વડાપ્રધાન મોદીએ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જગન્નાથ પ્રવિન્દ જગન્નાથ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂતી આપવા માટે મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી હતી.
PM મોદી સાથે મોરેશિયસના વડાપ્રધાને કરી મુલાકાત, દ્વિપક્ષીય સંબંધો અંગે કરી ચર્ચા - મોરેશિયસના વડાપ્રધાન
નવી દિલ્હી: મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જગન્નાથે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જોકે તેઓ અંગત મુલાકાતે ભારત આવ્યા છે.

PM મોદીએ મોરેશિયસના વડાપ્રધાન સાથે મુલાકાત, દ્વિપક્ષીય સંબંધો અંગે કરી ચર્ચા
જગન્નાથ અને તેમની પત્ની કવિતા રામદાનીએ બુધવારે ધર્મશાળામાં પ્રાચીન માતા બગલામુખી મંદિર જઇને પૂજા અર્ચના કરી હતી. જગન્નાથે ગત મહિને પોતાના દેશમાં સંધર્ષપૂર્ણ ચૂંટણી જીતી છે. મળતી માહિતી મુજબ, મોરેશિયસના વડાપ્રધાન અંગત મુલાકાતે ભારત આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મોરેશિયસના વડાપ્રધાન અંદાજે એક મહિના પહેલાં પોતાની પાર્ટી મિલિટેંટ સોશલિસ્ટ પાર્ટીની ચૂંટણીમાં જીત થયા બાદ ધર્મશાળાની યાત્રા પર છે. તેમને પોતાના દેશના સાંસદમાં બહુમત મળી છે.