વડાપ્રધાન મોદીએ 74 સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશ્વિયાન અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડન સાથે દ્વીપક્ષીય બેઠક યોજી હતી.
PM મોદીએ અર્મેનિયા અને ન્યૂઝીલેન્ડના વડાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી - mody in new york
ન્યૂર્યોર્કઃ વડાપ્રધાન મોદીએ ન્યૂયોર્કમાં અર્મેનિયા અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે વેપાર સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, મોદીએ અર્મેનિયાના વડાપ્રધાનની સાથે બુધવારના રોજ બેઠક કરી હતી. જેમાં તેમણે બંને દેશ વચ્ચેના વેપાર અને રોકાણને વધારવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો. તેમણે અર્મેનિયામાં ઔદ્યોગિક, કૃષિ,પર્યટન અને અન્ય ક્ષેત્રોમાં તક ઉભી કરવા માટે ભારતીય કંપનીઓને તક આપવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમજ વડાપ્રધાન મોદીએ ભારત અને યૂરેશિયા આર્થિક સંઘ વચ્ચે વેપાર મજબૂત કરવા માટે અર્મેનિયાની મદદ માગી હતી.
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમાર ટ્વીટ કર્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશ્ચિયાન સાથે બેઠક કરી હતી, અને બંને દેશના સંબંધને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.