વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે, જે ન માત્ર નિર્દોષ લોકોને મારે છે પરંતુ વિકાસ અને સામાજીક સ્થિરતા પર પણ ખરાબ અસર કરે છે.
આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે: PM મોદી - CHINA
ઓસાકા: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને શિંઝો આબેને મળ્યા પછી PM મોદીએ બ્રિક્સ દેશોના પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. જેમાં ચીન, રૂસ, સાઉથ આફ્રીકાના રાષ્ટ્રપતિ પણ શામેલ હતા.
આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે: PM મોદી
જાપાનના ઓસાકા શહેરમાં બ્રિક્સના નેતાઓની અનૌપચારિક બેઠક સમયે વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ અને જાતિવાદનું કોઇ પણ રીતે સમર્થન બંધ કરવાની જરૂરત છે.
હકીકતમાં, વડાપ્રધાન નરેંન્દ્ર મોદી G-20 ,સમિટમાં ભાગ લેવા જાપાનના ઓસાકામાં છે. અહીં વડાપ્રધાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરી હતી, તે સમયે તેઓએ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.