મુંબઈમાં 26/11ના આતંકી હુમલાના 11 વર્ષ પૂરા થયાના એક દિવસ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલામાં બચી ગયેલા સૌથી નાના બાળકને ભાવનાત્મક પત્ર લખ્યો હતો.
11 વર્ષ પહેલા મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇઝરાઇલના એક બાળક, મોશે ત્ઝવી હોલ્ટ્ઝબર્ગ, આ હુમલામાં બચી ગયો હતો. જેના માટે મોદીએ ભાવનાત્મક પત્ર લખ્યો છે.
મોશે માત્ર બે વર્ષનો હતો, જ્યારે તેના માતાપિતાને નરીમન હાઉસ ખાતે પાકિસ્તાની આતંકવાદીઓએ ઠાર માર્યા હતા. આ અંધાધૂંધ ગોળીબારની વચ્ચે, મોશેની આયા સેન્ડ્રા સેમ્યુઅલએ તેનો જીવ બચાવ્યો હતો.
વડા પ્રધાન મોદીએ મુંબઈમાં 26/11ના હુમલામાં બચી ગયેલા બાળકને ભાવનાત્મક પત્ર લખ્યો સેન્ડ્રાએ બાળકને બચાવતા સમયનો ફોટો વિશ્વભરમાં પ્રખ્યાત છે. બધાએ આ બાળકનો જીવ બચાવવા બદલ તેની પ્રશંસા કરી હતી.
27 નવેમ્બરના રોજ લખેલા આ પત્રમાં, મોદીએ ઇઝરાઇલી 'શાલોમ'ની શુભેચ્છા પાઠવી હતી.
મોદીએ મોશેને લખેલા પત્રમાં કહ્યું હતું કે, 'તમે મહત્વપુર્ણ પરિવર્તન સમયમાંથી પસાર થઈ રહ્યા છો, તમારા જીવનનાં મહત્ત્વનાં લક્ષ્ય તરફ વધી રહ્યા છો. સેન્ડ્રાની હિંમત અને ભારતના લોકો તમારા દિર્ઘ, સ્વસ્થ અને સફળ જીવન માટે આશીર્વાદ આપશે. તમારૂં જીવન દરેકને પ્રેરણા આપે છે. એ એક ચમત્કાર હતો.
ઉલ્લેખનીય છે કે, 2017 માં ઇઝરાઇલનાં પ્રવાસ દરમિયાન મોદીએ મોશે સાથે મુલાકાત કરી હતી.