સિયોલના લોટે હોટલમાં ભારતીય કોમ્યુનિટીના લોકોએ PMનું સ્વાગત કર્યું હતું. જ્યાં PM મોદીએ ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે આ પ્રવાસમાં દક્ષિણ કોરિયની સાથે ભારતની વિશેષ ટેકનિકલ ભાગેદારીને મજબૂત કરશે. તે ઉપરાંત લુક ઈસ્ટ નીતિમાં નયા આયામ જોડાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે એક્સચેન્જની ગતિ જાળવી રાખશે. PM મોદી રિપબ્લિક ઓફ કોરિયાના બે દિવસીય પ્રવાસ માટે સિયાલ પહોચ્યા છે.
આ પ્રવાસ દરમિયાન PM મોદી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનની સાથે સમારિક મુદ્દા સહિત દ્ધિપક્ષીપ સંબધોના વિવિધ આયામો પર ચર્ચા કરેશે. સિયોલમાં PMને શાંતિ સમ્માન આપવામાં આવશે. બંને નેતાઓ ક્ષેત્રીય અને અંતરરાષ્ટ્રીય મુદ્દા પર વિચારો અદાન પ્રદાન કરી શકે છે. જેનો હેતું ટેક્ટિકલ સંબંધો અને વધુ મજબૂત બનાવવાના છે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીને શાંતિ પુરસ્કાર આપવામાં આવશે જે સાંસ્કૃતિક ફાઉન્ડેશન તરફથી આપવામાં આવે છે. જે રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય સ્તર પર PM મોદીના યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે.