વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન કાયદાના (CAA) સમર્થનમાં ટ્વિટર અભિયાનની શરૂઆત કરી છે. જેના માટે પીએમ મોદીએ #IndiaSupportsCAA કેપ્શન સાથે એક પોસ્ટ પણ શેર કરી છે.
PM મોદીએ CAAના સમર્થનમાં શરૂ કર્યું ટ્વિટર અભિયાન - Citizenship Amendment Act
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન કાયદાના (CAA) સમર્થનમાં ટ્વિટર કેમ્પેનની શરૂઆત કરી છે.
![PM મોદીએ CAAના સમર્થનમાં શરૂ કર્યું ટ્વિટર અભિયાન PM MODI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5537098-thumbnail-3x2-pmmodi.jpg)
પીએમ મોદી
આ પોસ્ટ શેર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, 'ભારત સીએએનું સમર્થન કરે છે, કારણ કે તે શરણાર્થીઓને નાગરિકતા આપે છે.'
તેમણે વધુમાં લખ્યું કે, 'આ કાયદો કોઈની પણ નાગરિકતા લેવા માટે નથી. નમો એપ્લિકેશન પર CAA સાથે જોડાયેલા ઘણાં દસ્તાવેજો, વીડિઓ અને CAA સંબંધિત સામગ્રી છે. આના સમર્થનમાં તમે અભિયાન ચલાવો.’