નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે દેશના પ્રામાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ શરૂ કર્યું છે. જેનું નામ ‘પારદર્શી કરાધાન-ઈમાનદારનું સન્માન’ છે. આ અંગે PM મોદીએ કહ્યું કે, નવું પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે, જેમાં ફેસલેસ અસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.
મહત્વનું છે કે, ઘણા નિષ્ણાતો એવી માંગ કરી રહ્યા હતાં કે, કરદાતાઓને એવી જ રીતે કેટલીક વિશેષ સુવિધાઓ મળવી જોઈએ, જે ઘણા વિકસિત દેશોમાં આપવામાં આવી રહી છે. વધુમાં મોદીએ કહ્યું કે, ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર આજથી જ લાગૂ થઈ ગયા છે. ફેસલેસ અપીલ 25 સપ્ટેમ્બર એટલે કે દીનદયાળ ઉપાધ્યાન જન્મદિવસથી દેશભરમાં લાગૂ થઈ જશે.
આ કાર્યક્રમમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે, સરકાર તરફથી ટેક્સપેયર્સને લાભ પહોંચાડવા માટે આ પ્લેટફોર્મની ઉભું કરવામાં આવી છે. જેમાં ટેક્નોલોજી, ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી લોકોએ ઘણી સરળતા રહેશે. આયકર વિભાગે આ કાર્યક્રમ હેઠળ ટેક્સપેયર્સને અનેક પ્રકારની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ તેની સાથે ન્યાય કરવાનો પણ વાયદો કર્યો છે.
PM મોદીના ભાષણના અંશો
- ખોટી રીતો યોગ્ય નથી અને શોર્ટકટ ન અપનાવવા જોઈએ.
- દરેક વ્યક્તિએ કર્તવ્યભાવને આગળ રાખીને કામ કરવું જોઈએ.
- પોલિસી સ્પષ્ટ હોવી, ઈમાનદારી પર વિશ્વાસ હોવો,
- સરકારી સિસ્ટમમાં ટેક્નોલોજીનો ઉપયોગ,
- સરકારી મશીનરીનો યોગ્ય ઉપયોગ કરવો અને સન્માન કરવું.
- પહેલા રિફોર્મની વાતો થતી હતી. કેટલાંક નિર્ણયો મજબૂરીમાં દબાણમાં લેવામાં આવતા હતા જેનું કોઈ પરિણામ મળતું ન હતું.
- આજે દેશમાં સતત રિફોર્મ થઇ રહ્યું છે.
- ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં દેશ સતત આગળ વધી રહ્યો છે.
- કોરોના સંકટમાં પણ દેશમાં રેકોર્ડ FDIનું આવવું આનું એક ઉત્તમ ઉદાહરણ છે.
- દેશની સાથે છેતરપિંડી કરનાર કેટલાંક લોકોની ઓળખ કરવામાં ઘણા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે
- સાંઠગાંઠની વ્યવસ્થા બની હતી. જેથી બ્લેક-વ્હાઇટનો ધંધો ફૂલ્યો ફાલ્યો.