ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ લૉન્ચ કરી આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચેલેન્જ, મેક ઇન ઇન્ડિયા તરફ નવી પહેલ - સ્ટાર્ટ અપ કોમ્યુનિટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશનને લૉન્ચ કરી છે. નીતિ આયોગે અટલ ઇનોવેશન મિશનની સાથે સમજૂતી કરીને ઍપ ઇનોવેશન ચેલેન્જને લૉન્ચ કરી છે. આ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગને વધારવા આપવામાં મદદરૂપ થશે.

Aatmanirbhar Bharat App Innovation Challenge
Aatmanirbhar Bharat App Innovation Challenge

By

Published : Jul 5, 2020, 11:52 AM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ શનિવારે દેશવાસીઓ માટે આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચેલેન્જ લૉન્ચ કરી છે. આ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગને વધારો આપવામાં મદદરુપ થશે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'આજે મેડ ઇન ઇન્ડિયા ઍપ બનાવવા માટે ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ સમુદાયની વચ્ચે અપાર ઉત્સાહ છે.'

વધુમાં જણાવીએ તો ભારતીય ઍપ્સ માટે એક મજબૂત તંત્રના સમર્થન અને નિર્માણ કરવાના ઉદ્દેશની સાથે અટલ ઇનોવેશન મિશનની સાથે સમજૂતીમાં નીતિ આયોગે ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચેલેન્જ લૉન્ચ કરી છે. આ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ડિજિટલના ઉપયોગને વધારવામાં મદદરુપ થશે. આ ઍપ ઇનોવેશન ચેલેન્જને બે ટ્રેક હેઠળ લૉન્ચ કરવામાં આવી છે. પહેલું પહેલાથી હાજર ઍપને આગળ વધારો અને બીજું નવી ઍપને વિકસીત કરવી.

આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચેલેન્જ ટ્રેક-1ને નિમ્નલિખિત આઠ વ્યાપક શ્રેણીઓમાં લૉન્ચ કરવામાં આવી રહી છેઃ

  • કાર્યાલય ઉત્પાદક્તા અને ઘરેથી કામ
  • સોશિયલ નેટવર્કિંગ
  • ઇ-લર્નિંગ
  • મનોરંજન
  • સ્વાસ્થય અને કલ્યાણ
  • એગ્રીટેક અને ફિન-ટેક સહિત વ્યવસાય
  • સમાચાર
  • ખેલ

દરેક શ્રેણી હેઠળ કેટલીય ઉપ શ્રેણીઓ થઇ શકે છે. મહત્વનું છે કે, ચીનથી ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત સરકારે 59 ચીની ઍપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ વચ્ચે સરકાર આત્મનિર્ભર ભારત અભિયાન તરફ વધુ એક પગલુ ભરવા માટે દેશમાં નવા ઍપ્સને વિકસીત કરીને મેક ઇન ઇન્ડિયા પહેલને વધારો આપવામાં આપી રહી છે.

ABOUT THE AUTHOR

...view details