ઉલ્લેખનીય છે કે, આજે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95મી જયંતિ છે. આ અવસરે વડાપ્રધાન મોદીએ અનેક યોજનાઓનો શુભારંભ કરાવતા વાજપેયીને યાદ કર્યા હતા.
વડાપ્રધાન મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ
ઉલ્લેખનીય છે કે, આજે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95મી જયંતિ છે. આ અવસરે વડાપ્રધાન મોદીએ અનેક યોજનાઓનો શુભારંભ કરાવતા વાજપેયીને યાદ કર્યા હતા.
વડાપ્રધાન મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ
પાણીનો વિષય અટલજી માટે ઘણો મહત્વનો હતો. તેમના હ્દયની એકદમ નજીક હતો. અટલ જળ યોજના હોય કે, પછી જળ જીવન મિશન સાથે જોડાયેલી ગાઈડલાઈન્સ, આ 2024 સુધીમાં દેશના દરેક ઘરે પાણી પહોંચાડવાના સંકલ્પને સિદ્ધ કરવામાં એક મોટુ પગલું છે.
આજે દેશ માટે એક મહત્વની યોજનાનું નામ અટલજીને સમર્પિત કર્યું છે. હિમાચલ પ્રદેશને લદ્દાખ અને જમ્મુ કાશ્મીર સાથે જોડનારી મનાલીને લેહ સાથે જોડનારી અને રોહતાંગ ટનલ હવે અટલ ટનલના નામથી ઓળખાશે.
આજે ભારતના બે બે રત્નો અટલજી અને મદન મોહન માલવીયજીનો જન્મ દિવસ છે. આ બંને મહાપુરુષોને નમન કરુ છું, દેશ તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું.