ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડ: PM મોદીએ વિકાસલક્ષી યોજનાઓની શરૂઆત કરી - એકલ્વય આદર્શ શાળા

રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાંચીની મુલાકાતે છે. આ દરમિયાન તેઓએ ફક્ત ઝારખંડવાસીઓને નહીં સમગ્ર દેશની જનતાને ભેટ આપી હતી. વડાપ્રધાને નવા વિધાનસભા ભવન તથા સાહિબગંજ બંદરગાહની ભેટ આપી છે. રાજ્યના આદિવાસીઓને શિક્ષણથી જોડવા માટે 462 એકલવ્ય આદર્શ શાળા પણ સમર્પિત કરી રહ્યા છે. ઝારખંડની જનતાની જનતાને આ ઉપહારની સાથે જ રાંચીના પ્રભાત તારા મેદાનથી વડાપ્રધાન કિસાન માનધન યોજના, સ્વરોજગાર પેન્શન યોજનાની પણ શરૂઆત કરી છે.

file photo

By

Published : Sep 12, 2019, 7:49 PM IST

રાજધાની રાંચીના ધુર્વામાં 39 એકડમાં બન્યો છે. વિધાનસભા ભવન, આ ભવન ત્રણ માળનો છે. આ ભવન 465 કરોડની લાગતથી બનાવવમાં આવ્યો છે. હવે 18 થી 40 વર્ષની વચ્ચે આવનારા ખેડૂતોનો રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ખેડૂતોને 200 રૂપિયા સુધીની રાશિ પ્રતિમાહ પેન્શન નિધિ આપવામાં આવશે. 60 વર્ષની વય પૂર્ણ કરવા પર ખેડૂતોને 3 હજાર પ્રતિમાસ આજીવન પેન્શન મળશે. ખેડૂતોના નિધન બાદ પેન્શનની અરધી રાશિ 1500 આપવામાં આવશે.

એકલ્વય આદર્શ શાળાઓનો લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ યોજના 20 હજારની જનજાતીવાળા વિસ્તારમાં લાગુ પડશે. શાળામાં 6 થી 12 સુધી કુલ 480 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે. પ્રતિ છાત્ર 1.09 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

23 શાળાઓ માર્ચ 2020થી પહેલા શરૂ થશે. યોજનાના લાભ માટે લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. વેપારીઓ તથા સ્વરોજગાર ધારીઓને 55 થી 200 રૂપિયા દર માસ જમા કરાવવામાં આવશે. વેપારીના 60 વર્ષ પૂર્ણ થવા પર 3000 રૂપિયા આજીવન પેન્શન આપવામાં આવશે.

વડાપ્રધાન માદી ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યા હતા. ત્યાં તેમને ઝારખંડ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ધાટન કર્યુ છે. સાથે જ તેઓ અહીંથી ત્રણ રાષ્ટ્રીય યોજનાઓ છૂટક દુકાનદાર પેન્શન યોજના, એકલવ્ય આવાસીય વિદ્યાલય યોજના અને પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજનાનો પણ પ્રારંભ કર્યો છે. સાથે જ તૈયાર થનારા સાહિબગંજ મલ્ટી મોડલ પોર્ટનું પણ ઉદ્ધાટન કરશે.

ખેડૂતોને સામાજિક જીવન સુરક્ષા કવચ ઉપલ્બ્ધ કરાવવા માટે માસિક પેન્શનના રૂપમાં વડાપ્રધાન ખેડૂત માનધન યોજનાની શરૂઆત કરશે. આ યોજના હેઠળ 18થી 40 વર્ષની ઉંમરના ખેડૂતોનું રજિસ્ટ્રેશન થશે. 60 વર્ષની ઉંમર પુરી થયા બાદ 3000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. જેના માટે ખેડૂતોએ પણ ઉંમર પ્રમાણે નક્કી કરાયેલું પ્રિમીયમ ભરવું પડશે.

PMએ સાહિબગંજમાં ગંગા નદી પર બનેલા મલ્ટી મોડલ પોર્ટનું ઉદ્ધાટન કરશે. અહીંથી જળમાર્ગ શરૂ થવાથી સાહિબગંજની ઓળખાણ વ્યાપારિક કેન્દ્ર તરીકે થશે. આ પોર્ટને 299 કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવ્યો છે. પોર્ટની વાર્ષિક ક્ષમતા 22 લાખ 40 હજાર ટન છે.

ABOUT THE AUTHOR

...view details