મુંબઇઃ કોરોના વાઇરસના આ સંકટમાં સમગ્ર દેશ એક સાથે આવી રહ્યો છે. હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ મળીને એક ગીત 'મુસ્કુરાયગા ઇન્ડિયા' બનાવ્યું છે. જેના વડાપ્રધાન મોદીએ પણ વખાણ કર્યા છે.
વડાપ્રધાન મોદીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ સકારાત્મક પહેલની સરાહના કરતા ટ્વીટર પર વીડિયોને શેર કર્યો છે.
PMએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, 'ફિર મુસ્કુરાયગા ઇન્ડિયા... ફિર જીત જાયેગા ઇન્ડિયા... ભારત લડેગા... ભારત જીતેગા. ફિલ્મ જગતની શાનદાર પહેલ'
આ ભયના માહોલને હળવાશમાં ફેરવવા માટે બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને નિર્માતા નિર્દેશક પ્રોડ્યુસર જૈકી ભગનાનીએ મળીને ગીત બનાવ્યું છે.
દેશભક્તિથી ભરેલા આ વીડિયોમાં અક્ષય કુમાર, કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફ, વિક્કી કૌશલ, રાજકુમાર રાવ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કીર્તિ સેનન, આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર, કિયારા અડવાણી, અનન્યા પાંડે, રકૂલ પ્રીત શિખર ધવન, તાપસી પન્નુ, આરજે મલિષ્કા સહિત જૈકી ભગનાની જોવા મળી રહ્યા છે.
અભિનેતા અક્ષય કુમારે આ ગીતને શેર કરતાં કહ્યું કે, આ ગીતની મદદથી તેઓ ઇચ્છે છે કે, લોકો એક વાત નિશ્ચિત કરે કે, બધું જ સામાન્ય થઇ જશે. બસ, આપણે બધાએ કોવિડ 19 સામે એકજૂથ થઇને લડવાની જરુર છે અને 'મુસ્કુરાયેગા ઇન્ડિયા'.