ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ મોરેશિયસની સુપ્રીમ કોર્ટનું ઉદ્ઘાટન કર્યું - મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથે સંયુક્ત રીતે ગુરુવારે મોરેશિયસ સુપ્રીમ કોર્ટના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ

By

Published : Jul 30, 2020, 3:04 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથે સંયુક્ત રીતે ગુરુવારે મોરેશિયસ સુપ્રીમ કોર્ટના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. ઉદ્ધાટન સમારોહ વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયો હતો.

મોદીએ ભારતની મદદથી તૈયાર મોરેશિયસની સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડિંગના બન્ને દેશોની વચ્ચે ખાસ મિત્રતાને દર્શાવે છે. તેના ઉદ્ઘાટનના અવસર પર પીએમે કહ્યું કે, ભારત અને મોરેશિયસની વચ્ચે ખાસ મિત્રતા એ બીજી એક બિલ્ડિંગ નક્કી કરી છે. પોર્ટ લુઇમાં સુપ્રીમ કોર્ટનું નવું ભવન બંને દેશોના પરસ્પર સહયોગ અને મૂલ્યોની નિશાની છે.

પીએમે કહ્યું કે, થોડાંક મહિના પહેલાં જ મલેશિયામાં ભારતની મદદ કરનાર મેટ્રો પ્રોજેક્ટ અને એક અત્યાધુનિક સુવિધાઓથી લેસ હોસ્પિટલનું સંયુકત ઉદ્ઘાટન કરાયું હતું. પીએમે કહ્યું કે, મને એ જાણીને ખુશી થાય છે કે બન્ને પ્રોજેક્ટસ મોરેશિયસ લોકો માટે ઉપયોગી સાબિત થયા છે. તેમણે કહ્યું કે, મોરેશિયસે કોવિડ-19 મહામારીની વિરૂદ્ધ પ્રભાવી પગલાં ઉઠાવ્યા જેમાં ભારત સહાયતા પહોંચાડીને ખુશી મહેસૂસ કરી રહ્યું છે.

પીએમે આગળ કહ્યું કે, ભારતની ડેવલપમેન્ટ પાર્ટનરશિપ્સ બહુઆયામી છે. વાણિજ્યથી સંસ્કૃતિ સુધી, ઉર્જાથી એન્જિનિયરિંગ સુધી, સ્વાસ્થ્યથી આવાસ સુધી, આઇટીથી ઇન્ફ્રાસ્ટ્રકચર સુધી, રમતથી વિજ્ઞાન સુધી- ભારતે આખી દુનિયના દેશોની સાથે કામ કરી રહ્યા છે. તેમણે ભારતના વૈશ્વિક સહયોગની ચર્ચા કરી અને કહ્યું કે જો ભારતને અફઘાનિસ્તાનમાં સંસદ ભવન બનાવાનું ગૌરવ પ્રાપ્ત છે તો નાઇઝરમાં મહાત્મા ગાંધી કન્વેંશન સેન્ટરના નિર્માણમાં ભૂમિકા નિભાવવાની પણ ખુશી છે.

પીએમે વધુમાં જણાવ્યું કે, ભારત કોઇની મદદ કરી કોઇ એજન્ડા પાળતું નથી પરંતુ તેને પોતાનું સૌભાગ્ય સમજે છે. તેમણે કહ્યું કે ભારતને માત્ર તમારા વર્તમાનમાં જ મદદ કરીને ગૌરવની અનુભૂતિ થતી નથી પરંતુ તમારા યુવાનો અને આવાનારી પેઢી માટે શ્રેષ્ઠ ભવિષ્યના નિર્માણમાં મદદ કરવા પર અમારું સૌભાગ્ય સમજીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details