- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મુઝફ્ફરપુરમાં કરુયુ સંબોધન
- મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
- કોરોના મહામારીમાં બિહારમાં સ્થિર સરકારની જરૂર
મુઝફ્ફરપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ પહેલા તેમણે દરભંગામાં એક રેલીને સંબોધન કર્યું હતું.
'જંગલ રાજ' આવશે તો મહામારીમાં બિહાર બમણો ભોગ બનશે
મોદીએ કહ્યું કે બિહારની ચૂંટણી એવા લોકોને ફરીથી ચૂંટવાની તક છે કે જેમણે રાજ્યને અંધકારમાંથી બહાર કાયો છે. જો 'જંગલ રાજ' ના સમર્થકો સત્તા પર પાછા આવશે તો મહામારી દરમિયાન બિહાર બમણો ભોગ બનશે.
બિહારમાં સ્થિર સરકારની જરૂર
પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે આ વખતે બિહારની ચૂંટણી ખૂબ જ અસાધારણ પરિસ્થિતિમાં યોજાઇ રહી છે. આજે આખી દુનિયા કોરોનાને કારણે ચિંતિત છે. બિહારમાં મહામારીના સમયમાં બિહારમાં સ્થિર સરકાર જાળવી રાખવાની જરૂર છે. વિકાસ માટે સર્વોચ્ચ સુશાસનવાળી સરકારની જરૂર છે. આ સમય હવા અને હવાઇ વાતો કરનારા લોકો માટે નથી, પરંતુ જે લોકો પાસે અનુભવ છે, જેમણે બિહારને અંધકારમાંથી બહાર લાવ્યું છે, તેઓને ફરીથી પસંદ કરવાનો છે.
મોદીએ વિપક્ષ પર નિશાન
મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે તમે કલ્પના કરી શકો છો કે, જો એક તરફ મહામારી છે અને તે જ સમયે જો જંગલ રાજનું શાસન આવે તો આ બિહારની જનતા પર ડબલ માર મારવા જેવું હશે. જૂના ટ્રેક રેકોર્ડના આધારે બિહારના લોકો જંગરાજના યુવરાજ પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકે છે.