ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં દીદી પર મોદીની ગર્જના, દુનિયા સામે દીદીનું સાચું રૂપ લાવવું જરૂરી - election campaining

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી અંતર્ગત વડાપ્રધાન મોદીએ આજે બંગાળના કૂચવિહારમાં રેલી યોજી હતી. વડાપ્રધાને અહીં બંગાળની મહાન વિભૂતીઓને નમન કર્યું હતું ત્યારે બાદ તેમણે બંગાળના મુખ્ય પ્રધાન પર ગરજવાનું શરૂ કરી દીધું હતું.

બંગાળમાં દીદી પર મોદીની ગર્જના

By

Published : Apr 7, 2019, 5:09 PM IST

વડાપ્રધાનનાં ભાષણોની મુખ્ય વાતો...

  1. દીદી તથા તેમના ગુલામોએ જે રીતે ડ્રામા શરૂ કર્યા છે તે બરોબર નથી.
  2. લોકોનો ઉત્સાહ જોઈ હું અભિભૂત થઈ ગયો છું.
  3. તમે જેટલું મોદી મોદી કરશો, દીદીની ઊંઘ હરામ થઈ જશે. હું ફરી વાર આવીશ, તમારા દર્શન કરીશ.
  4. દીદી સ્પિડ બ્રેકર છે, બંગાળે હવે નક્કી કરી લીધું છે કે, પરિવર્તન આવશે.
  5. તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી, તમારો મત સુરક્ષિત છે.
  6. 2022 સુધી દરેકને ઘર આપવું અમારુ સપનું છે.
  7. દીદી બંગાળની સંસ્કૃતિ ખતમ કરવાનું કામ કરી રહ્યા છે.
  8. દીદીનો સાચો ચહેરો દુનિયાની સામે લાવવાનો છે, દીદી પર તમે ભરોસો મુક્યો હતો પણ તેમણે તમારા સપના ચકનાચૂર કરી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details