બંગાળની જનતાનું આહ્વાન કરતા મોદીએ કહ્યું કે, તમારો આ જોશ મમતા દીદીની આ આત્યાચારી સત્તાને ઉખાડી ફેંકશે.
PM મોદીએ કહ્યું કે મમતા બેનર્જીએ પોતાનો એજંડો 24 કલાકમાં જ પુરો કરી લીધો. બંગાળમાં જનસમર્થનનો દાવો કરતા મોદીએ કહ્યું કે આ રાજ્ય BJPને 300થી વધુ સીટ જીતવામાં મદદ કરશે.
પ્રિયંકા શર્માની ઘટનાની નિંદા મોદીએ કહ્યું કે, જે દીકરીઓને તમે જેલમાં પુરવાનું કામ કરી રહ્યા છો, તે જ તમને પાઠ ભણાવશે. PM મોદીએ સવાલ કરતા કહ્યું કે એક ફોટા માટે આટલો ગુસ્સો?
PM મોદીએ કહ્યું કે દીદી તમે પોતે એક કલાકાર છો, હું તમને કહું છું કે મારો ખરાબમાં ખરાબ ફોટો તૈયાર કરો અને 23મે પછી, મારી PM શપથ પછી મારો જે ફોટો બનાવ્યો હોય તે મને ભેટ કરી દો..હું તમારી પર FIR નહી કરુ.