મોદીએ કહ્યું કે, કોલકાતામાં BJP અધ્યક્ષના રોડ શો દરમિયાન TMCના ગુંડાઓએ ઇશ્વરચંદ્રની મુર્તિને તોડી નાખી, આવુ કરનારને કઠોર સજા મળવી જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે જયાં મૂર્તિ તોડવામાં આવી છે ત્યાં BJP પંચધાતુથી બનાવેલી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ લગાવશે.
TMCએ તોડી વિદ્યાસાગરની મૂર્તિ, BJP પંચધાતુની મૂર્તિ લગાવશે: PM મોદી - Mamata benrji
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના મઉમાં રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બસપા-સપાની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર પણ નિશાન સાંધ્યા. તેમણે કહ્યું, સત્તાના નશામાં મમતા દીદી લોકતંત્ર વિરોધી બધા જ કાર્યો કરી રહી છે. અમિત શાહના રોડ શોને યાદ કરતા કહ્યું કે, TMC ના ગુંડાઓની દાદાગીરી તો જોવા મળી જ છે.

તેમણે કહ્યું, "થોડા સમય પહેલા જ્યારે પશ્ચિમના મિદનાપુરમાં મારી સભા હતી તે દરમિયાન TMCના કાર્યકરો દ્વારા ત્યાં અરાજકતા ફેલાવવામાં આવી હતી. ત્યાર બાદ ઠાકુર નગરમાં તો એવી હાલત કરી કે મારે સ્ટેજ છોડી ને જવું પડયુ."
વધુમાં તેમણે જણાવ્યું કે, મમતા દીદીએ તો ચૂંટણી પંચને પણ આડેહાથ લીધા છે. જે રીતે મમતા દીદી UP , બિહાર અને પુર્વાચલના લોકો પર નિશાન સાંધે છે તે જોઇને તો મને લાગ્યું હતું કે માયાવતી પણ મમતાને ખરી ખોટી સંભળાવશે પણ એવું કઇ થયું જ નહી, સપા-બસપા પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે આ લોકો ગરીબોથી એટલા દુર છે કે આમને ગરીબોનું દુ:ખ દેખાતું જ નથી"