PM મોદીએ સંબોધનની શરુઆતમાં જલિયાવાલા બાગમાં થયેલા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યાર બાદ MGR અને જયલલિતાને પણ યાદ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
PM મોદીની તમિલનાડુમાં સભા, જયલલિતાને કર્યા યાદ - BJP
ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીના શંખનાદ થઇ ચૂક્યો છે. ત્યારે બીજા તબક્કાના મતદાન માટે દરેક રાજકીય પાર્ટીઓ પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુના પ્રવાસે છે.
સૌ ANI
તમિલનાડુમાં PM મોદીએ રેલીને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
- હું કોંગ્રેસને પુછવા માંગુ છુ કે 1984માં થયેલા હુલ્લડમાં જે લોકોનો શિકાર થયો તેમને ન્યાય કોણ આપશે
- ભોપાલ ગેંસ કાંડ પીડીતોને કોણ ન્યાય અપાવશે.
- સાથે જ વડાપ્રધાને પૂર્વ નાણાપ્રધાન ચિદંબરમને આડે હાથે લીધા અને કહ્યુ કે પિતા નાણાપ્રધાન બન્યા અને પુત્રએ તો આખો દેશ લૂંટી લીધો.
સભા દરમિયાન તમિલનાડુના મુખ્યપ્રધાને પણ મોદીનો સાથ આપ્યો અને જણાવ્યુ કે, રાહુલ ગાંધી વિપક્ષ ઉમેદવાર છે પરંતુ તેમને કોઇ પણ પાર્ટીનો સહયોગ નથી મળતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ દરેક પાર્ટી સાથે એક જ સુરમાં વાત કરી છે.