ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ સર્જીકલ સ્ટ્રાઈક પર હવે મી ટૂ-મી ટૂ કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદી શુક્રવારે રાજસ્થાનના સીકરના જીલ્લા સ્ટેડિયમ ખાતે એક ચૂંટણી સભાને સંબોધવા આવ્યા હતાં. અહીં તેમણે આ સભામાં સર્જીકલ સ્ટ્રાઈક તથા એર સ્ટ્રાઈક પર અનેક વાતો કહી હતી.

ani

By

Published : May 3, 2019, 6:54 PM IST

વડાપ્રધાન મોદીએ અહીં કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, અમે સૌથી પહેલા સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી, તો વિપક્ષ કહેતું હતું કે, તેમા શું અને જો કર્યું હોય તો સબૂત આપો. પણ હવે જનતા જ્યારે સર્જીકલ સ્ટ્રાઈકને માની રહ્યું છે ત્યારે કોંગ્રેસ પણ કહે છે અમે પણ કરી હતી સર્જીકલ સ્ટ્રાઈક. પહેલા કોંગ્રેસ સર્જીકલ સ્ટ્રાઈકને માનતું નહોતું પણ હવે તેમના જ એક નેતાએ કહ્યું હતું કે, અમે પણ ત્રણ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. તો વળી પાછું ફરી એક વાર એવું આવ્યં કે 6 સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. પણ સવાલ એ છે કે, શું કોંગ્રેસના સમયે થયેલી સર્જીકલ સ્ટ્રાઈક કોઈએ જોઈ ખરી. તે કોઈ જ છાપામાં આવી નથી.

રાજસ્થાનમાં પણ કર્ણાટક સરકારનો ઉલ્લેખ
મોદીએ અહીં કહ્યું હતું કે, કર્ણાટકની કોંગ્રેસ ગઠબંધન સરકારના મુખ્યમંત્રી કહી રહ્યા છે કે, તેમના લોકો સેનામાં જાય છે તો સારુ ખાવાનું નથી મળતું, શું શેખાવટીના લોકો એટલા માટે સેના જાય છે. શેખાવટીની જનતા કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. કોંગ્રેસ નેતાઓ ફક્ત એક રૂમમાં બેસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details