ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જનતાની દરેક આશાઓને પૂર્ણ કરવા માટે પડકારનો સામનો કરીશું :PM મોદી - New delhi

ન્યૂઝ ડેસ્ક: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર રાજયસભામાં ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ લોકસભામાં ચર્ચા પર જવાબ આપ્યા હતા.

loksbaha

By

Published : Jun 25, 2019, 6:08 PM IST

Updated : Jun 25, 2019, 7:26 PM IST

PM મોદીએ જણાવ્યું કે,

  • જનતાએ ઝીણવટ પૂર્વક તપાસ કરીને અમને દેશ ચલાવવા માટે બેસાડ્યા છે.
  • ઘણા દાયકાઓ બાદ દેશે એક મજબૂત જનાદેશ આપ્યો છે, સરકારને ફરી શક્તિશાળી બનાવી સત્તામાં લાવ્યા છે.
  • ભારતનું લોકતંત્ર દરેક ભારતીય માટે ગૌરવ કરવાનો વિષય છે.
  • અમારો મતદાતા એટલો જાગૃત છે કે તે પોતાના કરતા પહેલા દેશનો વિચાર કરે છે. જે ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.
  • દરેક ત્રાજવે તોલાયા બાદ અને જનતાએ બારીકાઈથી ચકાસ્યા બાદ અમને ફરીથી ચૂંટયા છે.
  • ઘણા દાયકાઓ બાદ દેશે મજબૂત જનાદેશ આપ્યો.
  • 70 વર્ષની બિમારીઓને પાંચ વર્ષમાં ઠીક કરવી મુશ્કેલ હોય છે.
  • આ ફક્ત ચૂંટણીની જીત-હાર કે આંકડાઓની રમત નથી. આ જીવનની આસ્થાનો ખેલ છે.
  • આ 5 વર્ષની તપસ્યાનું ફળ છે તે મેળવીને સંતોષ થાય છે.
  • 130 કરોડ ભારતીયોના સપના મારી નજરમાં રહે છે.
  • 2014માં જ્યારે દેશની જનતાએ અવસર આપ્યો, ત્યારે પહેલી વખત મને સેન્ટ્રલ હૉલમાં બેસવાની તક મળી હતી. ત્યાર બાદ મેં કહ્યું હતું કે આ સરકાર ગરીબોને સમર્પિત છે.
  • 5 વર્ષની સરકાર પછી હું કહી શકું છું કે મને સંતોષ થયો છે કારણ કે, જનતા જનાર્દને EVMનું બટન દબાવીને આ સંતોષ વ્યક્ત કર્યો છે.
  • લોકોને ખબર છે કે 25 જૂને શું થયું હતું, 25 જૂનની એ રાત દેશ માટે ખૂબ ખરાબ હતી.
  • ભારતમાં લોકતંત્ર બંધારણથી વિકાસ પામ્યું નથી, ભારતનું લોકતંત્ર સદીઓથી અમારી આત્મામાં છે.
  • લોકતંત્રની આત્માને કચડી નાખવામાં આવી હતી અને મહાપુરુષોને જેલ ભેગા કરી દેવાયા હતા. હિન્દુસ્તાનને જેલ બનાવી દેવાઈ હતી. આ ફક્ત એટલા માટે કરાયું કારણે કે સત્તા રહેવી જોઈએ.
  • તે સમયે જે લોકો આ પાપમાં ભાગીદાર હતા, તે લોકો જાણી લે કે આ ઇમરજન્સીનું કલંક ક્યારેય મટશે નહી.
  • તાત્કાલિક લાભ મારી વિચારધારની સીમા નથી. નાનું વિચારવું મને પસંદ નથી.
  • મને ક્યારેક ક્યારેક લાગે છે કે, દેશવાસીઓના સપનાઓને જો જીવવા હોય તો નાનું વિચારવાનો અધિકાર પણ મને નથી.
  • આપણે ત્યાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં દેખાય છે. હજી માત્ર ત્રણ સપ્તાહ થયા છે, આટલા સમયમાં અમને પણ લાગતું હતું કે ક્યાંક માળાઓ પહેરીએ, આરામ કરીએ પરંતુ આ અમારી આદત નથી.
  • આ સમયમાં અમે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, સેનાના જવાનોની છાત્રવૃતિમાં વધારો કર્યો. માનવાધિકારો સાથે જોડાયેલા મહત્વના કાયદાને સંસદમાં લાવવાની તૈયારીઓ પૂરી કરી.
Last Updated : Jun 25, 2019, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details