જો કે, તેમણે આ અંગે કોઈ નામ લીધું નથી. શુક્રવારના રોજ વડાપ્રધાન મોદીએ એક કાર્યક્રમને સંબોધિત કર્યું હતું, જ્યાં તેમણે આ વાત કહી હતી.
દેશહિતમાં લોકોના ગુસ્સાને પણ સહન કરવો પડે છે: વડાપ્રધાન મોદી - નાગરિકતા સંશોધન કાયદા
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધની વચ્ચે વડાપ્રધાન મોદીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, દેશ હિત માટે ક્યારેક ક્યારેક લોકોની નારાજગી પણ વેઠવી પડે છે.
caa protest
મોદીએ અહીં કહ્યું હતું કે, દેશ માટે કામ કરવામાં ઘણો ગુસ્સો પણ સહન કરવો પડે છે. અનેક લોકોના ગુસ્સાઓને પણ સહન કરવા પડે છે. ઉપરાંત અનેક આરોપોમાંથી પણ પસાર થવું પડે છે. વડાપ્રધાન મોદીએ આ વાત એસોચેમના એક કાર્યક્રમમાં કહી હતી.