વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે ગુવાહાટીથી ઇટાનગર પહોંચશે. જ્યાં મોદી ઇટાનગરના આઇજી પાર્કમાં વિકાસના પ્રોજેક્ટ્સની એક શ્રુંખલાનું લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદી ઇટાનગરમાં હોલોંગીમાં ગ્રીનફિલ્ડ એયરપોર્ટના નિર્માણનો પાયો નાખશે. ઇટાનગરના આઇજી પાર્કમાં અરુણાચલ પ્રદેશને સમર્પિત દુરદર્શન ચેનલ ડીડી અરુણ પ્રભાનું ઉદ્ઘાટન કરશે. ડીડી અરુણ પ્રભા દૂરદર્શન દ્વારા સંચાલિત 24મી ચેનલ રહેશે, ત્યાર બાદ વડાપ્રધાન અરુણાચલ પ્રદેશમાં 110 મેગાવોટના પારે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ રાષ્ટ્રને અર્પણ કરશે.
આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ પહોંચી તેજુ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. તેજુ એરપોર્ટને યોજના અંતર્ગત વ્યવસાયિક કામગીરી સાથે નવી રીતે બનાવવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશમાં 50 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોનું ઉદ્ઘાટન કરશે. સમગ્ર આરોગ્યની ખાતરી કરવા માટે આયુષ્યમાન ભારત યોજનામાં તદુરસ્તી કેન્દ્ર એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રધાનમંત્રી યોજના હેઠળ, અરુણાચલ પ્રદેશના તમામ પરિવારોને વીજળી મળવાની જાહેરાત કરશે.