ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ ચોકીદાર આતંકીઓને પાતાળમાંથી પણ શોધીને બહાર લાવશે: વડાપ્રધાન મોદી - ncp

અહમદનગર: વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના અહમદનગરમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે અહીં કહ્યું હતું કે, પહેલા રિમોટ વાળી સરકારમાં દરરોજ કૌભાંડો, છેતરપીંડીની ખબરો આવતી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપની સરકાર આવતા દુનિયા આજે મહાશક્તિ બની છે.

વડાપ્રધાન મોદી

By

Published : Apr 12, 2019, 1:20 PM IST

તેમણે એમ પણ કહ્યું હતું કે, આજે સમગ્ર દેશ રાષ્ટ્રની સુરક્ષાને લઈ એક સુરમાં વાત કરી રહ્યા છે. આ જ વિશ્વાસ મારી તાકાત છે. જેના બળ પર હું મોટા મોટા નિર્ણયો લઈ શકું છું.

અહમદનગરમાં વડાપ્રધાને જનતાને કહ્યું કે, હવે તમારે નક્કી કરવાનું છે, કે તમારે ઈમાનદાર ચોકીદાર જોઈએ કે, ભ્રષ્ટાચારી નામદાર. હિન્દુસ્તાનનો હિરો જોઈએ કે પાકિસ્તાની તરફેણ કરનારા. આતંકવાદને મુદ્દે વાત કરતા તેમણે કહ્યું કે, ચોકીદારે આતંકીઓમાં એવો ડર ફેલાવી દીધો છે કે, તેમની હવે એક પણ ભૂલ તેમને બહું ભારે પડશે. આ ચોકીદાર તેમને પાતાળમાંથી પણ શોધીને બહાર કાઢી લાવશે.

આજે એક બાજું કોંગ્રેસ અને એનસીપીની મહામિલાવટ છે તો બીજી બાજું એનડીએનો મજબૂત ઈરાદો છે. મહારાષ્ટ્રમાં તેમની સરકારમાં અનેક હુમલાઓ અને હુલ્લડો થતા હતા પણ છેલ્લા પાંચ વર્ષમાં આવા હુમલાઓ બંધ થઈ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details