ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમમાં સમુદ્ર કિનારે સ્થિત શહેર બિઆરિત્જમાં G-7 શિખર સંમેલન અંતર્ગત મોદીએ ગુતારેસ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી બહેરીનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ બિઆરિત્જ પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદીના કાર્યાલયે ટ્વીટ કર્યું કે, 'વડાપ્રધાન મોદી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ગુતારેસ વચ્ચે G-7 શિખર સમ્મેલન હેઠળ મુલાકાત થઇ હતી. આ બંને નેતાઓએ વિભિન્ન વિષયો પર ચર્ચા કરી હતી.' વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિઆરિત્ઝમાં G-7 શિખર સમ્મેલનમાં થયેલી મીટિંગ વિશે માહિતી આપી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં 'ક્લાઇમેટ એક્શન સમિટ'માં ભારતની ભાગીદારી અને પરસ્પરના હિત જેવા મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.