ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તિરૂપતિમાં PM મોદીએ કહ્યું- ચૂંટણી પૂરી થઈ, 130 કરોડ દેશવાસીઓની સેવા શરૂ - Jagan mohan reddy

નવી દિલ્હી: PM મોદી પોતાના બે દિવસની યાત્રા પૂરી કર્યા બાદ આધ્રંપ્રદેશના તિરૂપતિ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત જગન મોહન રેડ્ડીએ કર્યું હતું. તિરૂપતિમાં જનસભાને સંબોધન કરતા PM મોદીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

tirupati

By

Published : Jun 9, 2019, 7:33 PM IST

Updated : Jun 9, 2019, 9:07 PM IST

તિરૂપતિમાં જનસભાને સંબોધન

  • દેશની સામે બે મોટા તહેવાર આવી રહ્યા છે, એક છે 2019માંં મહાત્મા ગાંધીના જન્મના 150 વર્ષ પૂર્ણ થાય છે, અને બીજું 2022 એટલે કે 75 વર્ષ સ્વતંત્રતા. આ પ્રસંગે જો 130 કરોડ દેશવાસીઓ જો એક સાથે ચાલે તો દેશ 130 કરોડ ગણું આગળ વધી શકે છે.
  • હું આંધ્રમાં સરકાર બનાવવા માટે જગન રેડ્ડીને અભિનંદન પાઠવુ છું અને હું અહીં લોકોને ખાતરી આપું છું કે કેન્દ્ર સરકાર હંમેશા તમારા સપનાને પરિપૂર્ણ કરવા માટે તમારી સાથે રહેશે.
  • કેટલાક લોકો હજુ સુધી ચૂંટણી પરિણામોમાંથી બહાર નીકળી શક્યા નથી. આ તેમનું કામ છે. પરંતુ અમારા માટે ચૂંટણીઓ માટેનું પ્રકરણ સમાપ્ત થયું છે અને હવે 130 કરોડ લોકોને સેવા આપવાનું શરૂ કરી દીધું છે.
  • દેશની સેવા કરવાના ઘણા રસ્તા છે. જેમની પાસે સરકારની જવાબદારી છે તેઓ સરકારના માધ્યમથી અને લાખો કર્મચારીઓ સ્વતંત્ર રીતે દેશની સેવા કરે છે.
  • આપણે સરકાર પણ બનાવવી પડશે અને દેશ બનાવવો પડશે. માટે સરકારનો ઉપયોગ દેશ બનવા માટે થવો જોઈએ, પાર્ટીનો વધારો કરવા માટે સરકારનો ઉપયોગ ના થવો જોઇએ.
  • ચૂંટણી સમયે ચૂંટણી મેદાનમાં લડવામાં આવે છે. પરંતુ જનતા જનાર્દનના હ્રદય જીતવાનું કામ, આપણે 365 દિવસો માટે ચાલુ રાખવું પડશે.
  • અમે ફક્ત ભાજપના કાર્યકરો જ નથી, અમે લોકોના ભારતના કલ્યાણમાં સંકળાયેલી પ્રણાલીનો એક ભાગ છે અને એક ભવ્ય ભારત બનાવવા માટે અમે સમર્પિત છીએ.
  • મને ઘણી વાર તિરુપતિ આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે ફરીથી નવી સરકાર બનાવ્યા બાદ હું ભગવાન વેંકટેશના આશિર્વાદ લેવા આવ્યો છું.
Last Updated : Jun 9, 2019, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details