નવી દિલ્હીઃ PM મોદી સાથે બેઠક બાદ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં CM કેજરીવાલે કહ્યું કે, વડાપ્રધાને લોકડાઉનને આગળ વધારવાનો નિર્ણય લીધો છે, જે યોગ્ય છે. આજે બીજા વિકસિત દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે. આ જ કારણે આપણે લોકડાઉન પહેલાં શરૂ કરી દીધું, હવે આને રોકવામાં આવે તો આપણે મેળવેલું બધુ ગુમાવવું પડશે. જેથી જરૂરી છે કે, આ લોકડાઉનને આગળ વધારવું જોઈએ.
લોકડાઉન વધારવામાં આવ્યું...? વડાપ્રધાન સાથેની બેઠક બાદ કેજરીવાલ કર્યું ટ્વીટ... - Modi's interaction with chief ministers
વડાપ્રધાન મોદીએ શનિવારે તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ સહિત અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનોએ લોકડાઉન વધારવા માગ કરી હતી. આ ચર્ચા બાદ કેજરીવાલે લોકડાઉનનો સમય વધારવા માટેના નિર્ણયનું ટ્વીટ કર્યું છે.

લોકડાઉન વધારવામાં આવ્યું? બેઠક બાદ કેજરીવાલ બોલ્યા- PMએ લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો
ઉલ્લેખનીય છે કે, શનિવારે વડાપ્રધાન મોદીએ દેશના તમામ મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી ચર્ચા કરી હતી.