પટના: સવારે 7 વાગ્યાથી બિહારના 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઈ ગયુ છે. બીજા તબક્કાના મતદાનમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ સહિત 1463 ઉમેદવારો મેદાનમાં છે.
બિહાર વિધાનસભા ચૂંટણી, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લોકતંત્રનો ઉત્સવ સફળ બનાવો: વડાપ્રધાન મોદી - બીજા તબક્કાના મતદાન
સવારે 7 વાગ્યાથી બિહારના 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરી લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવાની અપીલ કરી છે.
Prime Minister Narendra Modi
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. વડાપ્રધાને કહ્યું કે, બધા મતદારે મોટી માત્રામાં મતદાન કરી લોકતંત્રના આ ઉત્સવને સફળ બનાવો. વડાપ્રધાને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની સાથે માસ્ક પહેરવાની પણ અપીલ કરી છે.