લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આજે એટલે કે, 5 જૂને જન્મદિવસ છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બધા નેતાઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે, ત્યારે CMના જન્મદિવસના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ફોન તેમજ ટ્વીટરના માધ્યમથી શુભકામના પાઠવી હતી.
PM મોદીએ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્ય નાથને જન્મદિવસની શુભેચ્છા પાઠવી - PM એ યૂપીના મુખ્ય પ્રધાન યોગીને જન્મદિવસની આપી શુબકામના
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આજે એટલે કે, 5 જૂને જન્મદિવસ છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બધા નેતાઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે, ત્યારે CMના જન્મદિવસના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ફોન તેમજ ટ્વીટરના માધ્યમથી શુભકામના પાઠવી હતી.
વડા પ્રધાને શુભેચ્છા સંદેશામાં યોગી આદિત્યનાથને ડાયનામિક, કર્મનિષ્ઠ મુખ્ય પ્રધાનના રુપમાં ગણાવ્યા હતા અને તેમના દીર્ઘાયુ માટે કામના કરી હતી. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ CM યોગીને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
વડા પ્રધાન તરફથી મળેલી શુભેચ્છા પર મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વડા પ્રધાન મોદીનો હ્રદયથી આભાર માન્યો હતો. સીએમ યોગી આદિત્યનાથે એ કહ્યું કે, વડા પ્રધાન મોદીની પ્રેરણા તેમજ કુશળ માર્ગદર્શનથી અમે પણ પૂરા સામર્થ્યની સાથે નવા ભારત, સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન કરતા રહીએ, એવી પ્રભુ શ્રીરામને પ્રાર્થના છે.