ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી 26 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે, અનેક દિગ્ગજો સાથે જોવા મળશે મોદી - nominational file

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી 26 એપ્રિલના રોજ વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. વડાપ્રધાન મોદી આ સમય દરમિયાન ઉત્તરપ્રદેશમાં પોતાની રાજકીય તાકાતનો પરચો પણ આપશે. વડાપ્રધાન મોદીના નામાંકનમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા અનેક દિગ્ગજો આ સમયે હાજર રહેશે. આપને જણાવી દઈએ કે, વારાણસીમાં 19 મેના રોજ મતદાન થવાનું છે.

વડાપ્રધાન મોદી

By

Published : Apr 7, 2019, 2:32 PM IST

વડાપ્રધાન મોદી હાલ દેશભરમાં ચૂંટણી પ્રચાર અર્થે છે, જો કે, તેઓ હજુ સુધી વારાણસી આવ્યા નથી. વડાપ્રધાન હજુ સુધી પશ્ચિમી ઉત્તરપ્રદેશના મેરઠ, સહારનપુર, અમરોહામાં રેલી કરી ચૂક્યા છે. પણ જ્યારે વડાપ્રધાન વારાણસીમાં આવશે ઉત્સાહ જોવા જેવો હશે. ગત વખતે પણ વારાણસીમાં નામાંકન દરમિયાન વડાપ્રધાન મોદીએ વિશાળ રોડ શૉ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details