પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, PM મોદી એક એવા સ્કૂલના વિધાર્થીની જેમ છે, જે પોતાના હોમવર્ક કરવામાં નિષ્ફળ રહે છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યુ કે, તેમના (મોદી) બહાના હોય છે કે, પંડિત નહેરુએ તેમની જવાબી પુસ્તક લઈ લીધું છે, અને ઈન્દિરા ગાંધીએ તેની હોડી બનાવી પાણીમાં ડૂબાવી દીધી.
ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસ ઉમેદવાર, શીલા દીક્ષિતના સમર્થનમાં રોડ શો કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મોદીજીની સ્થિતિ એવા શાળાના વિર્ધાથી જેવી છે જે ક્યારે પોતાનું હોમવર્ક નથી કરતો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જ્યારે શિક્ષક તેમણે હોમવર્ક વિશે પૂછે છે તો, તેઓ કહે છે કે, નહેરૂજી મારા પેપર લઈ ગયા અને તેમણે સંતાડી દીધી છે, ફરી કહે છે કે, ઈન્દિરા ગાંધીએ તેની હોડી બનાવી દીધી અને પાણીમાં ડૂબાડી દીધી.
પ્રિયંકા ગાંધીએ મોદીને પડકાર આપતા કહ્યું કે, બાકી બે તબક્કા નોટબંધી, GST, મહિલા સુરક્ષા અને દેશની જનતાને કરેલા વાયદો પર લડે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને પડકાર આપતા કહ્યું હતું કે, બે તબક્કાઓની ચૂંટણી રાજીવ ગાંધીના નામે લડી બતાવે.