નવી દિલ્હીઃ આજે ઠેર-ઠેર બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના વાઈરસને લીધે બહુ તામજામનો માહોલ તો નથી, પંરતુ લોકો મસ્જિદ જઈ નમાજ અદા કરી રહ્યાં છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને બકરી ઈદની શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદી ટ્વિટ કરી પાઠવી બકરી ઈદની શુભેચ્છા - Eid Festival
આજે દેશભરમાં બકરીઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને બકરી ઈદની શુભેચ્છા પાઠવી છે.
modi
પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, 'આ દિવસ ન્યાયપૂર્ણ, સુમેળભર્યો અને સમાવિષ્ટ સમાજ બનાવવા માટે પ્રેરણા આપે, તેમજ ભાઈચારો અને કરુણાની ભાવનાને આગળ વધારવામાં આવે.'
કોરોના વાઈરસને ધ્યાને રાખી લોકો બને ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ સાથે તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. દિલ્હી સ્થિત જામા મસ્જિદમાં લોકોએ શનિવારે સવારે નમાઝ અદા કરી હતી. જોકે જામા મસ્જિદમાં તૈનાત પોલીસકર્મીઓએ થર્મલ સ્ક્રીનિંગ કર્યા બાદ જ લોકોને મસ્જિદમાં નમાજ અદા કરવા માટે પ્રવેશ આપ્યો હતો.