નવી દિલ્હી : પૂર્વી લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં વડાપ્રધાનના નિવેદન પર રાજકીય ઘર્ષણ શરૂ થઇ ગયું છે. રવિવારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે વડાપ્રધાનના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી ચીનની ભાષા બોલી રહ્યા છે.
પીએમ મોદી અને વિદેશ મંત્રાલયના નિવેદનો વિરોધાભાસી: સિબ્બલ - સિબ્બલ
કોંગ્રેસે સર્વદળીય બેઠકમાં વડાપ્રધાને આપેલા નિવેદન અંગે તેમની નિંદા કરી હતી અને ત્યારબાદ વડાપ્રધાનના નિવેદન પર સ્પષ્ટતા કરીને તેમની પાસેથી ખુલાસાની માંગ કરી હતી.

સર્વદળીય બેઠકમાં પીએમ મોદીના નિવેદન પર કપિલ સિબ્બલે કહ્યું કે, પીએમ મોદીએ કહ્યું કે, ભારતની સીમામાં કોઇ પ્રવેશ્યું નથી કે, અમારી કોઇપણ પોસ્ટ બીજાના કબજામાં નથી. આ વાત ચીન પણ બોલી રહ્યું છે કે, અમે ભારતની સીમા પર કોઇ ઘૂસણખોરી કરી નથી.
કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યા છે કે, જો ચીની સૈનિકોએ પણ ઘૂસણખોરી કરી નથી, અને કોઇ ભારતીય સીમામાં આવ્યું નથી. તો આ હિંસક અથડામણ કેવી રીતે થઇ. તેમણે કહ્યું કે, પીએમ મોદી પહેલાં વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે, ચીની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. ત્યારબાદ બંને વચ્ચે હિંસક અથડામણ શરૂ થઇ હતી. પીએમ મોદી અને વિદેશ મંત્રાલયના નિવેદનો વિરોધાભાસી છે. આ દરમિયાન કપિલ સિબ્બલે ચીનને લઇને મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.