નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ ગુરૂવારે શ્રીલંકાના પીએમ મહિંદા રાજપક્ષે સાથે વાત કરી અને સંસદીય ચૂંટણીના સફળ આયોજન માટે તેમને શુભેચ્છા પાઠવી હતી. શ્રીલંકાના પ્રભાવશાળી રાજપક્ષે પરિવાર તરફથી નિયંત્રિત શ્રીલંકા પીપુલ્સ પાર્ટી (એસએલપીપી) ગુરૂવારે જાહેર કરેલા શરૂઆતી પરિણામો અનુસાર ચૂંટણીમાં જીત તરફ અગ્રેસર છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીએમ મોદીએ શ્રીલંકાના પીએમ મહિંદા રાજપક્ષે સાથે વાત કરી હતી અને સંસદીય ચૂંટણીના સફળ આયોજન માટે શુભકામના પાઠવી હતી. કોરોના મહામારી હોવા છતાં ચૂંટણીનું પ્રભાવી રુપે આયોજન કરવા માટે પીએમ મોદીએ શ્રીલંકાની સરકાર અને ચૂંટણી સંસ્થાનોની પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીએમ મોદીએ ભાર મુકતા કહ્યું કે ચૂંટણીના આગામી પરિણામો એસએલપીપી દ્વારા એક પ્રભાવશાળી ચૂંટણી પ્રદર્શનનો સંકેત આપે છે અને આ સંબંધે મહિંદા રાજપક્ષેને શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.
શ્રીલંકાના પીએમે કહ્યું કે, 'શુભેચ્છા ફોન માટે પીએમ મોદીનો આભાર. શ્રીલંકાના લોકોને મજબુત સમર્થનની સાથે હું બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સહયોગને વધારવા માટે તમારી સાથે મળીને કામ કરવા ઇચ્છું છું. શ્રીલંકા અને ભારત મિત્ર છે.'
શ્રીલંકામાં બુધવારે વોટિંગ થયું હતું. જે બાદ મતોની ગણતરી ગુરૂવારે સવારે શરૂ થઇ હતી. ગણતરી શરૂ થતાં જ એસએલપીપીના સંસ્થાપક બેસિલ રાજપક્ષેએ કહ્યું કે, પાર્ટી નવી સરકાર બનાવવા માટે તૈયાર છે. વિશ્લેષકો અનુસાર એસએલપીપી 225 સભ્ય સંસદમાં આરામથી બહુમત મેળવશે. બેસિલ રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેના નાના ભાઇ છે. વડા પ્રધાન મહિંદા રાજપક્ષે તેના મોટા ભાઇ છે.