ન્યુઝ ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડી જ ક્ષણોમાં ભારત પહોંચશે. ડોનાલ્ડ ટ્રમ્પના આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જેને લઈ વડાપ્રધાન અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી બંનેએ ટ્વીટ કરી ટ્રમ્પના આગમનના ઉત્સુકતા વ્યક્ત કરી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટૂંક સમયમાં જ ભારત પહોંચવાની ટ્વિટર દ્વારા જાણ કરી ઉત્સાહ વ્યક્ત કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે આખું અમદાવાદ સજ્જ છે. નેતાઓ, કલાકારો સહિત સમગ્ર ભારતવાસીઓ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, તો બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ જલદી પહોંચવા આતુર છે. મહત્ત્વનું છે કે તેમણે હિન્દીમાં ટ્વિટ કર્યુ છે કે, "हम भारत आने के लिए तत्पर है. हम रास्ते मे है, कुछ ही घंटो मे सबसे मिलेंगे.( હું ભારત આવવા તત્ત્પર છું. હું રસ્તામાં જ છું, બસ થોડા કલાકોમાં ત્યાં બધાને મળીશ."