નવી દિલ્હી: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠક યોજાઇ રહી છે. મહત્વનું છે કે, ગત કેબિનેટ બેઠકમાં બંધારણની કલમ-340 હેઠળ 6 મહિના સુધીના કાર્યકાળ સહિતની કેટલીક મહત્વની મંજૂરીઓ આપવામાં આવી હતી.
PM મોદીની અધ્યક્ષતામાં યોજાઇ કેબિનેટની મહત્વની બેઠક - કેબિનેટ
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાન મંડળની મહત્વની બેઠક યોજાઇ છે.

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઇ રહી છે કેબિનેટની મહત્વની બેઠક
આ પહેલા ગત 24 જૂનના રોજ યોજાયેલી અન્ય કેબિનેટ બેઠકમાં કોઓપરેટિવ બેંકને રિઝર્વ બેંક હેઠળ લઇ આવવાનો નિર્ણય લીધો હતો. સરકાર મુજબ તેનાથી 8 કરો઼ડ લોકોને લાભ મળશે.
24 જૂનના રોજ કેબિનેટ બેઠકમાં ખાસ કરીને બેંકિંગનાં મોટા સુધારાઓને મંજૂરી આપી હતી. મોદી કેબિનેટે બેંકિંગ સેક્ટરના એક અધ્યાદેશ પર મ્હોર લગાવતા 1540 કોઓપરેટિવ અને મલ્ટી બેંકોને રિઝર્વ બેંક હેઠળ લઇ આવવાનો નિર્ણય લીધો હતો.