ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ બ્રિટેનના PMને કર્યો કોલ, આતંકવાદ પર કરી ચર્ચા - બ્રિટેન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જૉનસન સાથે ફોન પર વાત કરી હતી. બંનેની વાતચીતનો મુખ્ય મુદ્દો આતંકવાદ અને આતંકવાદ સામેની લડતનો હતો.

વડાપ્રધાન મોદીએ બ્રિટેનના PMને કર્યો કોલ, આતંકવાદ પર કરી ચર્ચા

By

Published : Aug 21, 2019, 12:24 AM IST

આજે મંગળવારે વડાપ્રધાન મોદીએ બ્રિટેના વડાપ્રધાન બોરિસ જૉનસન સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. મોદીએ તેમને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમજ ભારત અને બ્રિટેન વચ્ચે સબંધો મજબુત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જૉનસને પણ મોદીને બીજી વાર વડાપ્રધાન બનવાની શુભકામના આપી હતી. આ વાતચીન દરમિયાન બંને નેતાઓ એ વાત પર સહમત થયા હતાં કે, બંને લોકતાંત્રિક દેશોએ સાથે મળીને વિશ્વના કેટલાય પડકારોનો મજુબતીથી સામનો કરવો જોઈએ.

વડાપ્રધાન મોદીએ બ્રિટેનના PMને કર્યો કોલ, આતંકવાદ પર કરી ચર્ચા

બંનેની વાતચીતનાં કેન્દ્રમાં આતંકવાદનો મુદ્દો રહ્યો હતો. તેમણે પોતાની વાતમાં કટ્ટરતા, હિંસા, અસહિષ્ણુતા પેદા કરનારાઓ ISIS જેવા આતંકી સંગઠનો સામે પગલા ભરવાની વાત કરી હતી. આ ઉપરાંત સ્વતંત્રતા દિવસે લંડનમાં થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીની આ વાત પર જૉનસને ખેદ વ્યક્ત કર્યો હતો. જૉનસને આશ્વાસન આપતા કહ્યુ હતું કે, ભારતીયોની સુરક્ષા માટે તેઓ નક્કર પગલા ભરશે.

PM નરેંન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે સોમવારે ટેલિફોનિક વાત થઈ હતી. જેમાં PM મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે, કેટલાક નેતાઓ દ્વારા ભારત વિરુદ્ધ ભાષણ અપાઈ રહ્યા છે. જે શાંતિ ભડકાવી શકે છે. આ ઉપરાંત મોદીએ કહ્યુ હતુ કે, સીમા પર આતંકવાદની કોઇ પણ જગ્યા ન હોવી જોઇએ. આ વાત પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમારન ખાને પણ ટ્રંપ સાથે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, G-7 શિખર સંમેલન આ વખતે ફ્રાંસના બેસ્ટિજમાં યોજાશે. જેમાં આ બંને નેતાઓ વચ્ચે મુલાકાત થાય તેવી સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details