અયોધ્યા : પ્રહલાદ દામોદરદાસ મોદી વડાપ્રધાન જન કલ્યાણ યોજનાના પ્રચાર પ્રસારના અભિયાન માટે અયોધ્યા પહોંચ્યા હતા. તેમની સાથે બાબરીના પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીએ પણ રામલલાના દરબારમાં પુજા અર્ચના કરી હતી.
વડાપ્રધાનના ભાઇ પ્રહલાદ દામોદરદાસ મોદી અયોધ્યાની મુલાકાતે - બાબરીના પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ દામોદરદાસ મોદીએ શનિવારે અયોધ્યા પહોંચી રામલાલાની પુજા કરી દર્શન કર્યા હતા. તેમજ હનુમાન ગઢી જઇને પણ પુજા અર્ચના કરી હતી. આ સમય દરમિયાન તેમની સાથે બાબરીના પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારી પણ હાજર હતા.
વડાપ્રધાનના ભાઇ પ્રહલાદ દામોદરદાસ મોદી અયોધ્યાની મુલાકાતે
રામ મંદિર વિવાદ સમાપ્ત થતાં અયોધ્યાનો માહોલ બદલાયો : પ્રહલાદ દામોદરદાસ મોદી
પ્રહલાદ દામોદરદાસ મોદીએ કહ્યું કે, રામ મંદિર વિવાદ સમાપ્ત થતાં અયોધ્યાનો માહોલ બદલ્યો છે. અયોધ્યામાં એકતા કાયમ રહેશે, જે દેશ માટે એક ઉદાહરણ હશે. તેમજ હવે ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઇ સંધર્ષ નથી.