હૈદરાબાદઃ વ્હાઈટ હાઉસ કુલ 19 લોકોના ટ્વીટર એકાઉન્ટને ફોલો કરે છે. જેમાંથી ચાર ભારતના છે બાકીના તમામ અમેરિકા સાથે સંકળાયેલા લોકોના છે. આ ચાર એકાઉન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રાઈવેટ એકાઉન્ટ, ભારતના રાષ્ટ્રપતિનું ઓફિશિયલ એકાઉન્ટ, પીએમઓનું ઓફિશિયલ એકાઉન્ટ અને અમેરિકામાં ઈન્ડિયન એમ્બસીનું એકાઉન્ટ છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસ દ્વારા ફોલો કરનારા દુનિયાના એકમાત્ર નેતા બન્યા છે.
PM મોદી વિશ્વના એવા પહેલા નેતા કે જેમને ટ્વીટર પર The White Houseએ ફોલો કર્યા - COVID-19
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના એકમાત્ર એવા નેતા બની ગયા છે, જેમને અમેરિકાના રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઈટ હાઉસના ટ્વીટર હેન્ડલરે ફોલો કરવાનું શરૂ કર્યુ છે. 2 દિવસ પહેલા જ કોરોના વાઈરસની વિરુદ્ધ જંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જરૂરી દવાઓ મોકલવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
![PM મોદી વિશ્વના એવા પહેલા નેતા કે જેમને ટ્વીટર પર The White Houseએ ફોલો કર્યા ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6739930-568-6739930-1586519765001.jpg)
PM મોદી બન્યા વિશ્વના એકમાત્ર નેતા, જેમને The White House એ ફોલો કરવાનું શરૂ કર્યું
કોરોના વિરુદ્ધની જંગમાં જ્યારે હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટની નિકાસને ભારત તરફથી પરવાનગી મળી ગયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લા મોંએ ભારતના વખાણ કર્યા રહ્યા હતા. એટલું જ નહીં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકા માટે વડાપ્રધાન મોદીનું મહત્વ કેટલું છે તેનો અંદાજો વ્હાઈટ હાઉસના ટ્વીટર એકાઉન્ટ પરથી લગાવી શકાય છે. વ્હાઈટ હાઉસે પહેલી વખત વિશ્વના કોઈ નેતાના પ્રાઈવેટ એકાઉન્ટને ફોલો કર્યું છે.