નવી દિલ્હીઃ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન(AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યાની મુલાકાતનો વિરોધ કર્યો છે.
રામ મંદિર ભૂમિપૂજનમાં વડાપ્રધાનની ભાગીદારી બંધારણીય શપથનું ઉલ્લંઘન: ઓવૈસી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે રામ મંદિર માટેના ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેશે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીની અયોધ્યા મુલાકાતનો વિરોધ કરતાં કહ્યું છે કે, તે વડાપ્રધાનની બંધારણીય શપથનું ઉલ્લંઘન હશે.
રામ મંદિર ભૂમિપૂજનમાં વડાપ્રધાનની ભાગીદારી બંધારણીય શપથનું ઉલ્લંઘન: ઓવૈસી
ઓવૈસીએ કહ્યું છે કે, અયોધ્યામાં ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની ભાગીદારી તેમના બંધારણીય શપથનું ઉલ્લંઘન હશે. ઓવૈસીએ વધુમાં કહ્યું કે, ધર્મનિરપેક્ષતા બંધારણની મૂળ રચનાનો એક ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યાની મુલાકાત લેશે. તેઓ રામ મંદિર નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થશે.
ઓવૈસીએ કહ્યું હતું કે, "એ ના ભૂલવું જોઈએ કે બાબરી મસ્જિદ અયોધ્યામાં 400 વર્ષથી વધુ સમય રહી હતી અને 1992માં ગુનાહિત ટોળાએ તેને ધ્વસ્ત કરી હતી."