ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ 120 રૂપિયા ચૂકવી બિહારી ડિશ 'લિટ્ટી ચોખ્ખા'ની મોજ માણી

રાજધાની દિલ્હીમાં મંત્રાલય દ્વારા આયોજીત 'હુનર હાટ'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યાં હતા. PM મોદીએ બધા સ્ટોલનું નિરીક્ષણ કરી બિહારી ફેમસ ડિશ 'લિટ્ટી ચોખ્ખા'ની મોજ માણી હતી.

modi
modi

By

Published : Feb 20, 2020, 9:55 AM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં મંત્રાલય દ્વારા આયોજીત 'હુનર હાટ'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા સ્ટોલનું નિરીક્ષણ કર્યુ હતું. તે દરમિયાન PM મોદીએ બિહારના સ્ટોલ પર પહોંચી બિહારી ફેમસ ડિશ 'લિટ્ટી ચોખ્ખા'ની મોજ માણી હતી.

'હુનર હાટ' માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યાં

વડાપ્રધાન મોદીએ બિહારી ડિશ 'લિટી ચોખ્ખા' ખાઈને તે ડિશના ખુબ જ વખાણ કર્યાં હતાં. PM મોદીએ તે ડિશના 120 રૂપિયા ચૂકવી તેનો સ્વાદ લીધો હતો, ત્યાર બાદ PM મોદીએ 40 રૂપિયા ચૂકવી ચાની ચુસકીઓ પણ લીધી હતી. સ્વાદિષ્ટ ડિશનો લુફ્ત ઉઠાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટર લખ્યું હતુ કે,' સ્વાદિષ્ટ લિટ્ટી ચોખ્ખા આજ બપોરે ભોજનમાં ખાધાં, ત્યાર બાદ ચા પીવાનો આનંદ આવી ગયો'.

આ હુનર હાટમાં વડાપ્રધાન મોદીને જોઈ ભારે ભીડ જામી હતી. લોકોએ 'મોદી મોદી'ના નારા લગાવ્યા હતાં, તો બીજી બાજુ અનેક લોકો તેમની સાથે સેલ્ફી લેવા ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે, આ હુનર હાટનું આયોજન 13થી 23 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. જેમાં દેશના ખુણે ખુણેના હુનરબાજ અને શિલ્પકારોએ હોંશે હોંશે ભાગ લીધો હતો.

'હુનર હાટ' માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યાં

આ અગાઉ હુનર હાટનું દિલ્હી, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, ઈન્દૌર અને પ્રયાગરાજમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે આગરાની હુનર હાટનું આયોજન છે. રાંચીમાં 29 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી કરવામાં આવશે, ત્યાર બાદ ચંડીગઢમાં પણ આ હુનર હાટનું આયોજન થશે.

લોકોએ નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી

ABOUT THE AUTHOR

...view details