લાઈવ લેન્ડીંગ જોવા માટે PM મોદી 6 સ્પટેમ્બરે બેંગ્લોર પહોંચશે. 7 સ્પટેમ્બરની મોડી રાત સુધી તેઓ ચંદ્રયાન-2નું લેન્ડીંગ નિહાળશે. ત્યારપછી મુંબઈ જવા રવાના થશે. ઈસરોએ આપેલી જાણકારી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશભરના 70 વિદ્યાર્થીઓ પણ ચંદ્રયાનના અવતરણનું જીવંત પ્રસારણ જોશે.
ISRO દ્વારા આયોજીત ઑનલાઈન સ્પર્ધામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના વિદ્યાર્થીઓેણે સૌથી વધારે ગુણ મેળવ્યા હોય તેમને આ તક અપાઈ હતી.