નવી દિલ્હી: ભારત અને યુરોપિયન યુનિયન (EU)ની 15માં શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને યુરોપિયન યુનિયન નેચરલ પાર્ટનર છે. અમારી ભાગીદારી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પણ ઉપયોગી છે. આ વાસ્તવિકતા આજની વૈશ્વિક પરિસ્થિતિમાં વધુ સ્પષ્ટ થઈ ગઈ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમિટ દ્વારા અમારા સંબંધો ગતિ પ્રાપ્ત કરશે. હું તમારી સાથે વાત કરવાની આ તક માટે ફરીથી ખુશ છું.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તાત્કાલિક પડકારો સિવાય હવામાન પરિવર્તન જેવા લાંબા ગાળાના પડકારો પણ આપણા બંને માટે પ્રાથમિકતા છે. ભારતમાં નવીનીકરણીય ઉર્જાના ઉપયોગમાં વધારો કરવાના અમારા પ્રયત્નોમાં અમે યુરોપથી રોકાણ અને તકનીકીને આમંત્રણ આપીએ છીએ.