વડાપ્રધાન મોદીએ આજે ટ્વીટ કરીને કહ્યું, “મને લાગે છે કે સાર્ક દેશોની આગેવાનીમાં કોરોના વાયરસ સામે લડત આપવા માટે એક મજબૂત વ્યુહરચના બનાવવાની જરૂર છે. આપણે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી શકીએ અને આ રીતે આપણા નાગરીકોને સ્વસ્થ રાખવા તરફ એક પગલુ ભરી શકીએ. આપણે સાથે મળીને દુનિયા સામે એક નમૂનારૂપ ઉદાહરણ પુરૂ પાડી શકીએ અને આ રીતે આપણી પૃથ્વીને સ્વસ્થ રાખવામાં આપણું યોગદાન આપી શકીએ.”
જો કે, વડાપ્રધાન મોદીએ કરેલી ટ્વીટ બાદ વિદેશ મંત્રાલય દ્વારા વીડિયો કોન્ફરન્સને લઈને કોઇ ચોક્કસ પગલા લેવા માટેના સંકેતો નથી આપવામાં આવ્યાં, તેમ છતા વડાપ્રધાન આ વિચારને અલગ અલગ દેશોના આગેવાનોએ આવકાર્યો.
માલદીવના વડાપ્રધાન ઇબ્રાહીમ સોલિહે વડાપ્રધાનના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “ આ મહત્વપૂર્ણ મોહીમમાં આગેવાની લેવા બદલ આભાર પીએમ મોદી. Covid-19ને નાથવા માટે સહીયારા પ્રયાસોની તાતી જરૂર છે. માલદીવ આ વિચારને આવકારે છે અને આ પ્રકારના પ્રયાસોને અમારો સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ.”
“આ મહત્વપૂર્ણ પગલુ લેવાનો વિચાર રજૂ કરવા માટે આભાર પીએમ મોદી. શ્રીલંકા આ પ્રકારની ચર્ચામાં જોડાવા માટે, અમારી પાસે જે પણ વિચાર છે તે રજૂ કરવા માટે અને સાર્કના સભ્યો પાસેથી શીખવા માટે તત્પર છે. મુશ્કેલીના આ સમયમાં એકજુટ થઈએ અને આપણા નાગરિકોને સ્વસ્થ રાખવા તરફ એક પગલુ ભરીએ.” શ્રીલંકાના વડાપ્રધાન ગોટાબાયા રાજપક્ષેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.
તાજેતરમાં જ શ્રીલંકન રાજદ્વારીએ આ વર્ષે જ સાર્કના જનરલ સેક્રેટરી તરીકેનો પદભાર સંભાળ્યો છે પરંતુ ભારતે હાલમાં જ થયેલી સત્તાવાર મટીંગ માટે ભાગ્યે જ કોઈ ઉત્સાહ દેખાડ્યો છે. પીએમ મોદી કે જેમણે નવેમ્બર 2014માં કાઠમંડુમાં યોજાયેલી સાર્ક સમીટમાં પેટા-પ્રાદેશિકવાદ તરફ આગળ વધવા માટે કહ્યુ હતું તેઓ હવે બીમસ્ટેકને વૈકલ્પીક સ્થાનીક ફોરમ બનાવવા તરફ વધુ ભાર આપી રહ્યા છે. મલ્ટી સેક્ટરલ ટેક્નીકલ અને ઈકોનોમીક કો-ઓપરેશન અથવા બીમસ્ટેક માટે બંગાળની ખાડીની પહેલ સાથે પાકીસ્તાન અને અફઘાનીસ્તાન સીવાય થાઇલેન્ડ સહીતના સાત સભ્યો, બાંગલાદેશમા તમામ સાર્ક સભ્યો, ભારત મ્યાનમાર, શ્રીલંકા, નેપાળ અને ભૂતાન સામેલ છે.
એક તરફ પીએમ મોદીની ટ્વીટ પર પાકીસ્તાનની પ્રતિક્રીયાની રાહ જોવાઈ રહી છે તો બીજી તરફ બાંગલાદેશ, નેપાળ અને ભુતાને પીએમના આ વિચારને આવકાર્યો છે. નેપાળના પીએમ કે. પી. શર્મા ઓલીએ લખ્યું, “પીએમ મોદી દ્વારા કોરોના વાયરસ સામે લડત આપવા માટે સાર્કના આગેવાનો દ્વારા એક મજબૂત વ્યુહરચના બનાવવા માટેના રજૂ કરવામાં આવેલા વિચારને હું આવકારૂ છું. મારી સરકાર આપણા નાગરીકોને આ રોગચાળાથી બચાવવા માટે સાર્ક દ્વારા લેવાનારા દરેક પગલાની સાથે છે.”