નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ કોરોના સામે લડવા માટે 'PM -CARES' ફંડમાં પોતાની ઇચ્છા મુજબ દાન આપે. આ ફંડથી આવનારા સમયમાં આવી સમસ્યાઓ સામે લડવામાં પણ મદદ કરશે તેમજ આવનારા સમયમાં વધુ સારા ભારતનું નિર્માણ થશે.
કોરોના સામે જંગ : 'PM -CARES' નામના ફંડની રચના, PM મોદીએ આર્થિક સહાયની કરી અપીલ
સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ છે, તેવામાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કોરોના વાઇરસ સામેની લડાઇમાં આર્થિક સહાયની અપીલ કરી છે.
PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે બધા લોકોએ કોવિડ-19થી પડી રહેલી મુશ્કેલીઓ સામે લડવા માટે દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમની ભાવનાઓનું સમ્માન કરતા 'પ્રાઇમ મિનિસ્ટર સિટીઝન આસિસટેન્ટ એન્ડ ફંડ રિલીફ ઇન ઇમરજન્સી સિચુએશન ફંડ'નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એક સ્વસ્થ ભારત બનાવવા માટે કામ કરશે.
'PM-CARES' ફંડમાં નાના દાન પણ સ્વીકારવામાં આવે છે. તે આપત્તિ વ્યવસ્થાપનની ક્ષમતાઓને મજબૂત બનાવશે અને નાગરિકોની સલામતી પર સંશોધનને પ્રોત્સાહન આપશે. તો ભારત સરકારે કોરોના વાઇરસ સામે લડવા માટે લગભગ બે લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.