ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉન 4.0ની માહિતી 18 મે પહેલા અપાશેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. 17ના રોજ લોકડાઉન 3.0 પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાનના આજના સંબોધન પર સમગ્ર દેશની નજર હતી. વડાપ્રધાને લોકડાઉન 4 શરૂ કરવા અંગે મહત્વના આર્થિક પેકેજ અંગે માહિતી આપી હતી.

લોકડાઉન 4.0ની માહિતી 18 મે પહેલા અપાશેઃ વડાપ્રધાન મોદી
લોકડાઉન 4.0ની માહિતી 18 મે પહેલા અપાશેઃ વડાપ્રધાન મોદી

By

Published : May 12, 2020, 9:04 PM IST

ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. 17ના રોજ લોકડાઉન 3.0 પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાનના આજના સંબોધન પર સમગ્ર દેશની નજર હતી. વડાપ્રધાને લોકડાઉન 4.0 શરૂ કરવા અંગે મહત્વના આર્થિક પેકેજ અંગે માહિતી આપી હતી.

PM મોદીનું સંબોધન

  • સમગ્ર વિશ્વમાં 42 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
  • કોરોનાને કારણે 2.75 લાખ લોકોનાં મોત થયાં છે. ભારતમાં પણ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હું એ દરેક પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું.
  • સમગ્ર દુનિયા અત્યારે જિંદગી બચાવવાના જંગમાં વ્યસ્ત છે. આપણે ક્યારેય પણ આવું સંકટ જોયું નથી.
  • આ સંકટથી થાકવું, હારવું, તૂટવું, વિખેરાવું માનવને મંજૂર નથી.
  • સતર્ક રહીને આપણે બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે. આપણો સંકલ્પ આ સંકટથી પણ અનેક ગણો મોટો અને મક્કમ છે.
  • એક રાષ્ટ્ર તરીકે આપણે બહુ જ મહત્વના વળાંક પર ઊભા છીએ.
  • આ આફત પણ ભારત માટે એક સંકેત, એક સંદેશ, એક અવસર લઈને આવી છે.
  • જ્યારે કોરોના સંકટ શરૂ થયું, ત્યારે ભારતમાં એકપણ PPE કીટનું ઉત્પાદન થતું નહોતું. એન-95 માસ્કનું પણ નહિવત્ત ઉત્પાદન હતું.
  • વડાપ્રધાન મોદી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત
  • PM મોદીએ જણાવ્યું કે, રાજ્યો પાસેથી મળેલા સુચનો મુજબ લોકડાઉન 4 સંબંધિત માહિતી 18 મે પહેલાં મળી જશે

ABOUT THE AUTHOR

...view details