ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીની મોટી જાહેરાત- 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ, ડિજિટલ હેલ્થ મિશન શરૂ

સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાતો હતી. જેમાં આજથી રાષ્ટ્રીય આરોગ્ય મિશન દેશભરમાં ચલાવવામાં આવશે. આ યોજના હેઠળ દરેક દેશવાસીને હેલ્થ આઈડી આપવામાં આવશે. આ આઈડીમાં દરેક નાગરિકના સ્વાસ્થ્યનો સંપૂર્ણ હિસાબ હશે.

PM Modi announces National Digital Health Mission
PM મોદીની મોટી જાહેરાત

By

Published : Aug 15, 2020, 10:38 AM IST

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાતો હતી. જેમાં આજથી રાષ્ટ્રીય આરોગ્ય મિશન દેશભરમાં ચલાવવામાં આવશે. આ યોજના હેઠળ દરેક દેશવાસીને હેલ્થ આઈડી આપવામાં આવશે. આ આઈડીમાં દરેક નાગરિકના સ્વાસ્થ્યનો સંપૂર્ણ હિસાબ હશે.

મળતી માહિતી મુજબ, આરોગ્ય સંબંધિત ઓળખ માટે એક એપ અથવા વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. જે દરેક નાગરિકને એક અનોખી હેલ્થ આઈડી અપાશે. જેને આધારા સાથે લિંક કરવું કે નહીં. એનો વિકલ્પ આપવામાં આવશે. આ આઈડી રાજ્યો, હોસ્પિટલો, રોગવિષયક લેબ્સ અને ફાર્મા કંપનીઓમાં રહેશે. આઇડીમાં નાગરિકોના જે પણ અપડેટ હશે, તે આપોઆપ સરકારી પાસે જમા થશે. આ માહિતી પુરી રીતે સુરક્ષિત રહેશે. જે ડિજિલોકરની જેમ કામ કરશે. જેમાં તમામ જરૂરી કાગળો ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં જમા કરવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની રોકડ ટ્રાન્સફર યોજનાનો લાભ લેવા માંગે છે, તો તેણે ફક્ત તેની હેલ્થ આઈડી આધારકાર્ડ સાથે લિંક કરવાની રહેશે અને જો આ સ્થિતિ નથી, તો આધારકાર્ડને લિંક કરવાની જરૂર રહેશે નહીં. આમ, PM મોદીએ કહ્યું કે, ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં થઈ રહિયું છે. જે દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

PM મોદીએ કહ્યું કે, કોરોના વેક્સીન ક્યારે તૈયાર થશે તે એક મોટો સવાલ છે. આપણાં દેશના વૈજ્ઞાનિકો ઋષિ-મૂનિઓની જેમ આ કામમાં જોડાયેલા છે. તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. ભારતમાં એક-બે નહીં, પરંતુ ત્રણ-ત્રણ વેક્સીન ટેસ્ટિંગ અલગ અલગ તબક્કામાં છે. જ્યારે વૈજ્ઞાનિકો તરફથી ગ્રીન સિગ્નલ મળશે ત્યારે તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે. તેની સંપૂર્ણ તૈયારીઓ છે. દરેક ભારતીય સુધી વેક્સીન ઓછામાં ઓછા સમયમાં પહોંચાડવામાં આવશે, તેનું માળખુ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details