નવી દિલ્હીઃ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાત અમ્ફાનને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. બંગાળના બશીરહાટમાં અધિકારીઓની સાથે વાતચીતમાં મોદીએ હવાઇ પરીક્ષણની બાદ જ પશ્ચિમ બંગાળને 1 હજાર કોરડ રુપિયા હેઠળની રાહત પેકેજની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન મોદીએ ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત પશ્ચિમ બંગાળ માટે 1000 કરોડ રુપિયાની અગ્રિમ અંતરિમ સહાયતાની જાહેરાત કરી હતી. PM મોદીએ કહ્યું કે, ચક્રવાતથી મૃતકોના પરિવારને 2-2 લાખ રુપિયા વડા પ્રધાન રાહત ભંડોળમાંથી આપવાના એલાન સાથે જ ઇજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની આર્થિક મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં અમ્ફાનથી થયેલા 80 લોકોના મોત પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર પશ્ચિમ બંગાળની દરેક સંભવ મદદ કરશે. વધુમાં તેમણે કહ્યું કે, અમ્ફાન સામે લડવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં લગભગ 80 લોકોના જીવ અમે બચાવી શક્યા નહીં, તેનું અમને ખૂબ જ દુઃખ છે. આ ઉપરાંત જે પરિવારોએ પોતાના સ્વજનોનો ગુમાવ્યા છે અને તેમના પ્રતિ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંવેદના છે.
વધુમાં જણાવીએ તો અમ્ફાન તોફાનથી પશ્ચિમ બંગાળના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. વડા પ્રધાન મોદી શુક્રવારે બંગાળના પ્રવાસે હતા અને તેમણે પ્રભાવિત વિસ્તારોનું પરીક્ષણ કર્યું હતું. બંગાળ બાદ પીએમ મોદી ઓડિશાનો પ્રવાસ પણ કરશે.