પ્રધાનમંત્રી કાર્યાલયની આધિકારી વેબસાઈ પર આપેલા નિવેદન અનુસાર મોદીએ મિશેલનો યુરોપીય સંઘના અધ્યક્ષ તરીકેનું પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા છે અને સફળ કાર્યાકાળની પણ શુભકામના આપી છે. વડાપ્રધાન મોદીએ મિશેલના કાર્યકાળમાં ભારત અને યુરોપીય સંઘની ભાગીદારી અને મજબૂત થવાની આશા પણ વ્યક્ત કરી છે.
EU અને ભારતના સંબંધોને લઈ વડાપ્રધાને યુરોપીય સંઘપ્રમુખ સાથે ફોનમાં વાત કરી - pm modi latest news
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપીય સંઘના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલે ફોન પર વાતચીત કરી અને આગામી ભારત-યુરોપીય સંઘ શિખર સંમેલનનું આયોજન 2020ની શરૂઆતમાં કરવાનો નિર્ણય કર્યો છે.
![EU અને ભારતના સંબંધોને લઈ વડાપ્રધાને યુરોપીય સંઘપ્રમુખ સાથે ફોનમાં વાત કરી pm modi and eu president talks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5455895-thumbnail-3x2-l.jpg)
pm modi and eu president talks
આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની અલગ ન્યૂ યોર્કમાં તેમની સાથે પોતાની બેઠકનો પણ ઉલ્લેખ કર્યો છે. ભારત પોતાના મુદ્દાઓને લઈ આગળ વધવા માગે છે. જેમાં દ્વિપક્ષીય વેપાર અને રોકાણ કરાર, કનેક્ટિવીટી ભાગીદારી, યુરોપોલ આતંકવાદ અને જળવાયું પરિવર્તન પણ સામેલ છે.
યાનમાં કહ્યું કે, બંને નેતા આગામી ભારત-યુરોપીય સંઘ શિખર સંમેલનનું આયોજન આગામી વર્ષની શરૂઆતમાં બ્રસેલ્સમાં કરવા પર સહમત થયા છે. આ સંબંધમાં રાજનાયિક માધ્યમોથી તારીખોની જાહેરાત થશે.