વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં બે ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી પહેલી રેલી જલગાંવમાં અને બીજી રેલી ભંડારા સાકોલીમાં સંબોધિત કરશે. ગૃહપ્રઘાન અમિત શાહ સવારે 11 વાગ્યે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં દેવી અંબાબાઈના મંદિરના દર્શન કરશે. જે બાદ કોલ્હાપુરના તપોવન મેદાનમાં જનસભાને સંબોધિત કરશે. અમિત શાહ બીજી રેલી સતારા જિલ્લામાં કરશે. 3 વાગ્યે અમિત શાહ પુણેના સિરપુરમાં રોડ શો અને સાંજે 5 વાગ્યે ઔરંગાબાદમાં જનસભાને સંબોધિત કરશે.
મહારાષ્ટ્ર ચૂંટણી: PM મોદી અને રાહુલ ગાંધી રેલીઓને સંબોધિત કરશે
નવી દિલ્હી: આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઘણી ચૂંટણી રેલીઓ થશે. વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ સહિત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અલગ અલગ શહેરોમાં રેલીઓ કરશે.
election
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના લાતુર અને મુંબઈમાં જનસભાને સંબોધિત કરશે. રાહુલ સાંજે 5 વાગ્યે મુંબઈના ચાંદીવલીમાં અને સાંજે 6 વાગ્યે ધારાવીમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. ભાજપ આ રાજ્યોમાં કલમ 370ની નાબૂદીને મુખ્ય મુદ્દો બનાવી રહી છે.