ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્રિક્સ બેઠકમાં ભારત તરફથી વડાપ્રધાન મોદી સામેલ, આવો હશે એજન્ડા - 11th brics summit 2019

બ્રિક્સ બેઠક ઉપરાંત વડાપ્રધાન મોદી આજે રાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ સાથે મુલાકાત કરશે. આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ગત અઠવાડીયે જ ભારતે આરઈસીપીના ક્ષેત્રીય વેપાર બ્લોકમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો. 2014 બાદ બ્રિક્સની આ છઠ્ઠી બેઠક છે. જેમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે. આ વર્ષની થીમ છે, 'ઈકોનોમિક ગ્રોથ ફોર ધ ઈન્નોવેટિવ ફ્યૂચર'

brics summit

By

Published : Nov 13, 2019, 7:23 PM IST

લગભગ એક મહિના પહેલા જ બંને નેતાઓની ચેન્નઈના મમલ્લાપુરમમાં મુલાકાત થઈ હતી. ભારતના ઘરેલુ વેપાર સંગઠનોએ આરઈસીપીનો ભારે વિરોધ કર્યો હતો. તેમની દલીલ હતી કે, આ કરાર બાદ ભારતીય બજાર પણ ચીનના સસ્તા સામાનની સાથે ભળી જશે. ચીન સાથે ભારતનો વેપાર ખોટ 50 અબજ ડૉલરનો છે.

તમિલનાડૂમાં બંને નેતાઓની બેઠક વચ્ચે એવું નક્કી થયું હતું કે, ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને ચીનના ઉપરાષ્ટ્રપતિ હુ ચુન્હુ વેપાર અને રોકાણના મુદ્દા અને વેપાર ખોટને ખતમ કરવાના મુદ્દાને લઈ મુલાકાત કરશે.

આમ, જોવા જઈએ તો, વડાપ્રધાન મોદી માટે બ્રાઝીલિયામાં કાશ્મીર મુદ્દો પર ઘણો મહત્વનો છે. તમિલનાડૂમાં ભારત અને ચીન વચ્ચે કાશ્મીરનો મુદ્દો ઉઠ્યો નથી, પણ સુરક્ષા પરિષદમાં ચીનને જે રીતે પોતાના મિત્ર(પાકિસ્તાન)નું સમર્થન કર્યું, તે ભારત માટે ચિંતાનો વિષય છે.

એક દિવસ પછી એટલે કે, 14 નવેમ્બર યુએસ કોંગ્રેસની બેઠકમાં કાશ્મીર પર ચર્ચા થવાની છે. આ જ રીતે ધ ટૉમ લૈંટૉસ હ્યુમન રાઈટ્સ કમીશન પણ કાશ્મીરમાં માનવાધિકાર મુદ્દા પર ચર્ચા કરશે. તેઓ ઐતિહાસિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને ધ્યાને રાખી ચર્ચા કરશે. આ કમિટીનું નિર્માણ લૈટૉસ પરિવારે કર્યું છે. જેનું નેતૃત્વ રિપબ્લિકન નેતા ક્રિસ સ્મિથ અને ડેમોક્રેટ નેતા જિમ મૈકગોવર્ન કરી રહ્યા છે.

2014-15માં આ કમિશને ભારતમાં ધાર્મિક અને અલ્પસંખ્યકોની દુર્દશા પર સુનાવણી કરી હતી. અમુક લોકોની પ્રતિક્રિયા પણ સામેલ કરવામાં આવી હતી. તે અનુસાર 31 ઓક્ટોબર 2019 ભારતના મુસ્લિમ બહુમતી વાળા રાજ્ય જમ્મુ કાશ્મીરમાં કાયદાકીય સ્થિતી બદલાઈ ગઈ. જેને સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. તેમના અનુસાર તે માનવાધિકારનું ઉલ્લંઘન છે, બોલવાની આઝાદી પર લગામ.

અનેક નેતા, વકીલો, પત્રકારો અને સિવિલ સોસાઈટીના પ્રમુખ સભ્યોની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કર્યા બાદ તોફાન થવાની શંકા, વિરોધ કરનારા સામે દમનકારી નીતિ અપનાવવી. સમગ્ર વિસ્તારમાં વધુ પડતી સૈન્ય તૈનાતી, ઈન્ટરનેટ તથા ફોન સેવા રોકી દેવી તથા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાથી આર્થિક અને સામાજિક પ્રભાવથી લોકોની ચિંતા વધી. આ ઉપરાંત ઉગ્રવાદીઓએ બહારથી આવેલા મજૂરોને નિશાન બનાવ્યા છે. તેઓ ધંધાર્થીઓ પર દબાણ ઉભું કરે છે. આ ચિંતાનો વિષય છે.

સંસ્થા તરફથી જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં કહેવાયું છે કે, તેઓ ઐતિહાસિક દ્રષ્ટિકોણ અને ભારત-પાક વચ્ચે થઈ રહેલા અધિકારોનું ઉલ્લંઘનની તપાસ કરશે, ત્યારબાદ કાર્યવાહીને લઈ ભલામણ કરવામાં આવશે.

કોંગ્રેસની આ સુનાવણી યુએસ હાઉસ ફોરેન અફેયર્સ સબ કમિટીની તે સુનાવણી બાદ થઈ રહી છે, જેમાં તેમને સક્રિય અમેરિકી ભૂમિકાની માગ કરી હતી. જેથી જમ્મુ કાશ્મીરમાં માનવીય અત્યાચાર પર રોક લગાવવાની કાર્યવાહી થઈ શકે.

વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે મળવાના છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર મેસિયાસ બોલસોનારો સાથે પણ મુલાકાત કરશે. મોદી અને પુતિનની મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગોન અમેરિકા જઈ રહ્યા છે. સીરિયાના મુદ્દા પર નાટો અને રશિયા વચ્ચે ગંભીર રીતે મતભેદ ચાલી રહ્યા છે.

અમેરિકા અંકારાના તે નિર્ણયથી નારાજ છે, જેમાં તેમણે રશિયા પાસેથી 400 મિસાઈલ ટેકનિટ ખરીદવાનો કરાર કર્યો છે. ભારતે પણ આ મિસાઈલ ખરીદવાનો રશિયા સાથે કરાર કર્યો છે. સ્વાભાવિક છે કે, આવામાં અંકારા પર કાટસાના પ્રતિબંધની પર નજર રહેશે.

પાંચ બ્રિક્સ દેશો ઉભરતા અર્થતંત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ વિશ્વની વસ્તીના 42 ટકા છે. જીડીપીમાં તેનો 23 ટકા હિસ્સો છે. વિશ્વના વેપારમાં તેમની ભાગીદારી 17 ટકા છે. એક ભારતીય અધિકારીના જણાવ્યાં અનુસાર, 14 નવેમ્બરની સવારે બેઠક પહેલા બ્રિક્સના તમામ નેતાઓ સાથે ફોટોગ્રાફ્સ લેશે, ત્યારબાદ સમકાલીન વિશ્વની સામે રાષ્ટ્રીય સમૃદ્ધિ માટેના પડકારો અને તક પર ચર્ચા કરશે.

બેઠક બાદ બ્રિક્સ દેશોના પરસ્પર સહયોગની આર્થિક વિકાસ માટે બ્રિક્સના પ્રારંભિક સત્રમાં ચર્ચા કરવામાં આવશે. આ પછી બ્રિક્સ બિઝનેસ કાઉન્સલની બેઠક મળશે. છેલ્લે નેતાઓનું સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવશે.

વિદેશ વિભાગમાં આર્થિક સંબંધોની દેખરેખ રાખનારા સેક્રેટરી ટી.એસ. ત્રિમૂર્તીએ કહ્યું હતું કે, આતંકવાદ અંગેના સંયુક્ત કાર્યકારી જૂથે નીચેના ક્ષેત્રોમાં આતંકવાદ વિરોધી પાંચ ઉપ-કાર્યકારી જૂથો બનાવવાનો નિર્ણય લીધો છે. આતંકવાદી સહાય, આતંકવાદી હેતુ માટે ઇન્ટરનેટનો વપરાશ, કટ્ટરપંથીઓ, વિદેશી આતંકવાદી અને ક્ષમતા નિર્માણના મુદ્દાઓનો સામનો કરવાના મુદ્દા સામેલ છે.

એવી આશા રાખવામાં આવી છે કે, ભારત આતંકવાદી ઉદ્દેશ્યો માટે ઈન્ટરનેટના ઉપયોગના ઉપસમૂહની અધ્યક્ષતા કરશે. ગત મહીને બ્રિક્સના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક દરમિયાન અજીત ડોભાલે ભારતમાં ડિઝિટલ ફોરેન્સિક પર બ્રિક્સ કાર્યાલાયની આગેવાની કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

લેખક- સ્મિતા શર્મા

ABOUT THE AUTHOR

...view details