નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારાે રોજ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કોરોના વાઇરસની મહામારીને લઇને પરિસ્થિતીની સમિક્ષા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે કોરોના અંગે કરી વાત - અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કોરોના વાઈરસની મહામારીને લઇને વિસ્તારમાં પરિસ્થિતી અંગે ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ અફગાનના રાષ્ટ્રપતિ સાથે કોરોનાને લઇ કરી વાત
PMO મુજબ આ વાતચીત દરમિયાન, બંને નેતાઓએ નવરોઝ શુભેચ્છાઓનું પણ આદાનપ્રદાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, આ તહેવાર બંને દેશો વચ્ચે સહિયારી વારસો અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ગનીએ કોરોના વાઇરસ રોગચાળાના સંદર્ભમાં આ ક્ષેત્રમાં ઉદ્ભવતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને સહયોગને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી.